“ચર પે સેન્ટર શાળાનાં સેવા નિવૃત શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો”

“ચર પે સેન્ટર શાળાનાં સેવા નિવૃત શિક્ષકોનો વિદાય સમારોહ યોજાયો”
ચર ગામની પ્રાથમિક શાળામાં સેવા નિવૃત થયેલ શિક્ષકો શ્રી વિનુભાઈ સોમાભાઈ ખાણીયા અને હંસાબેન ડઢાણીયાનો વિદાય સમારોહ યોજાયો હતો. પ્રસ્તુત કાર્યક્રમમાં મહેમાનોનું શાબ્દિક સ્વાગત અને પુષ્પગુચ્છથી સ્વાગત કર્યા બાદ શાળાની બાળાઓ દ્વારા સ્વાગત ગીત, વિદાય ગીત અને વિદાય વક્તવ્યો રજૂ કર્યા હતા. તેમજ શાળાના શિક્ષકો, બી.આર.સી., સી.આર.સી., કેળવણી નિરીક્ષક અને પે સેન્ટર શાળાનાં આચાર્ય શ્રીએ પ્રાસંગિક ઉદબોધન કર્યુ હતુ. તેમજ શાળાના સેવા નિવૃત શિક્ષકો શ્રી વિનુભાઈ સોમાભાઈ ખાણીયા અને હંસાબેન ડઢાણીયાનું શાલ, સન્માન પત્ર, મોમેન્ટો, પુસ્તકો અને ભેટ આપીને સન્માનિત કર્યા હતા. અને સન્માનિત શિક્ષક શ્રી વિનુભાઈ સોમાભાઈ ખાણીયાએ પોતાનાં વહીવટી અને શૈક્ષણિક અનુભવો વ્યક્ત કર્યા હતા. આ તકે પુર્વ સંસદીય સચિવ અને પુર્વ ધારસભ્ય શ્રી જેઠાભાઈ સોલંકી, કેળવણી નિરીક્ષક શ્રી રમેશભાઈ નંદાણીયા તથા શ્રી કરશનભાઈ મુસાર, અને ભૂતપૂર્વ કેળવણી નિરીક્ષક શ્રી નાથબાપુ, ચર પે સેન્ટર શાળાનાં આચાર્ય શ્રી કપિલભાઈ વ્યાસ, સી.આર.સી. શ્રી દિલીપભાઇ ગૌસ્વામી, બી.આર.સી. શ્રી નારણભાઈ ગલ, ઉત્કર્ષ મંડળનાં પ્રમુખ શ્રી ભરતભાઈ રાઠોડ તથા પે સેન્ટર શાળાનાં આચાર્યો, શાળાનાં શિક્ષકો, ગામનાં સરપંચ શ્રી, એસ.એમ.સી.નાં સદસ્યો, વિદ્યાર્થીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756