હાલોલ વિશ્રામગૃહમાં જામતી વિદેશી દારૂની મહેફિલ…! નૈતિક જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ફોજદારી થશે…?

હાલોલ વિશ્રામગૃહમાં જામતી વિદેશી દારૂની મહેફિલ…! નૈતિક જવાબદાર અધિકારીઓ વિરુદ્ધ ફોજદારી થશે…?
Spread the love

હાલોલ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટનો ડેપ્યુટી ઈજનેર નો જેની પાસે ચાર્જ છે તે સૂપરવાઇઝર ચૌધરી આ અંગે સ્પષ્ટીકરણ કરે તેવી માંગ છે.

હાલોલના જ્યોતિ સર્કલ પાસે આવેલ માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકનું વિશ્રામગૃહ આજ કાલ દારૂના શોખીનો માટેનું મનપસંદ સ્થળ બની ગયું હોય તેવું વિશ્રામ ગૃહની પાછળ પડેલી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડનો મોંઘો દારૂ પીધા પછી ફેંકી દેવાયેલી ખાલી બાટલો જે માત્રામાં પડેલી જોવા મળી રહી છે તે જોતા એવું ચોક્કસ લાગી રહ્યું છે. અત્રે સરકારી વિશ્રામગૃહનો ઉપયોગ કોણ અને કઈ પ્રવૃત્તિઓ માટે કરી રહ્યું છે તે તપાસ માંગી લેતો વિષય બન્યો છે. રાજ્યના માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ હસ્તકના સરકારી વિશ્રામગૃહો પૈકી હાલોલ ખાતે આવેલું વૈભવી વિશ્રામગૃહ આજ કાલ વિદેશી દારૂને લઈ ભારે ચર્ચાસ્પદ બન્યું છે.

અત્રે વિશ્રામગૃહના કમ્પાઉન્ડ માંજ ટ્રેક્ટર ભરાય એટલી વિદેશી દારૂની ખાલી બાટલો અને બિયરના ખાલી ટીન જોવા મળી રહ્યા છે, જે માત્રામાં આ વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ખાલી બાટલો જોવા મળે છે એ જોતાં આ વિશ્રામગૃહ નો ઉપયોગ શરાબ-શાબબ અને કબાબની પાર્ટીઓ માટે જ કરવામાં આવતો હોય તેવુ લાગી રહ્યું છે. માર્ગ અને મકાન વિભાગ ના ડેપ્યુટી ઈજનેર ની જગ્યા એક વર્ષથી ખાલી છે. વર્ષો થી એક જ જગ્યા ઉપર ચીટકી રહેલા સુપરવાઈઝરને ડેપ્યુટી ઈજનેરનો ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે.

જાહેર માર્ગોના સરકારી કામોમાં ભારે ભ્રષ્ટાચાર સામે અધિકારીઓ પોતાના તરભાણાં ભરી રહ્યા છે ત્યારે સરકારી વિશ્રામગૃહોને આ અધિકારીઓ અને કર્મચારીઓ એ શરાબ કબાબનો અડ્ડો બનાવી દીધો હોય તેવું જોવા મળી રહ્યું છે. હાલોલ સ્થિત સરકારી વિશ્રામ ગૃહનો ઉપયોગ કોણ કોણ કરી રહ્યું છે..? અને આ ઉપયોગ કેવા સંજોગોમાં કરી શકાય તેને લઈને હાલોલના ઇન્ચાર્જ ડેપ્યુટી ઈજનેર અને માર્ગ મકાન વિભાગ ના એક્ઝિક્યુટિવ ઈજનેર વચ્ચે મતમતાંતર જોવા મળી રહ્યા છે.

સરકારી વિશ્રામગૃહ ને અત્રે ના અધિકારીઓ પોતાની માલિકી નું આશ્રયસ્થાન સમજી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. હાલોલ વિશ્રામગૃહ ની પાછળ જોવા મળેલી વિદેશી દારૂની ખાલી બાટલો નો દારૂ કોને પીધો..? અને શું આ વિશ્રામગૃહ દારૂની મહેફિલો કરવા માટે બનાવવામાં આવ્યા છે..? એ સવાલ સૌના મનમાં ઉભો થઇ રહ્યો છે. સરકારી વિશ્રામગૃહમાં ચોથી જાગીર ની બેઠક યોજવા માટે મંજૂરી ન આપનાર અત્રેના અધિકારીઓ શુ આ વિદેશી દારૂની મહેફિલો અહીં કોણ મનાવી રહ્યું છે એનો જવાબ આપશે..? સરકારી વિશ્રામગૃહનો ઉપયોગ અસામાજિક તત્વો દ્વારા થઈ રહ્યો છે કે પછી સફેદ પોષધારીઓની અહીં શરાબની મહેફિલો થઈ રહી છે..?

Advertisement
Admin

Admin

9909969099
Right Click Disabled!