“તુલસી જેવી મર્યાદા કથાઓમાં ક્યાં શોધવી?”

“તુલસી જેવી મર્યાદા કથાઓમાં ક્યાં શોધવી?”
Spread the love

“તુલસી જેવી મર્યાદા કથાઓમાં ક્યાં શોધવી?”
-કૈલાસ ગુરૂકુળ મહુવા ખાતે મોરારિબાપુની સન્નિધ્ધિમાં તુલસીજન્મોત્સવનો પ્રારંભ -લંઠ્ઠાકાંડથી પ્રભાવિત પરિવારોને મોરારીબાપુનો કરુણા પ્રસાદ
તલગાજરડા
દર વર્ષે શ્રાવણ સુદ સાતમ તુલસીજીના જન્મોત્સવ પ્રસંગે તુલસી સંગોષ્ઠીનું આયોજન કૈલાશ ગુરુકુળ ખાતે યોજવામાં આવે છે.સને 2009 થી શરૂ થયેલી આ પરંપરા આજે 12માં મણકા સુધી પહોંચી છે. ગોસ્વામી તુલસીદાસજી મહારાજ રામચરિત માનસના સર્જક ની જન્મજયંતીએ માનસ, ભાગવત વાલ્મિકી રામાયણ અને અનેક પુરાણ ગ્રંથો પર ચિંતન વિવેચન કથાગાન કરનાર સુજ્ઞજનોને તુલસી,વ્યાસ, વાલ્મિકી વગેરે પ્રકારના પુરસ્કારોથી નવાજવામાં આવે છે. ચાલુ વર્ષે પુ. મોરારીબાપુની પરમ સન્નિધિમાં આ કાર્યક્રમ કૈલાશ ગુરુકુળના આદ્ય શંકરાચાર્ય સભાગૃહમાં આજે 1લી ઓગસ્ટના રોજ શ્રી મહાદેવ ઝાલા અને કુ.રિચા ઝાલાન બાળકો સહિત પૂજ્ય મોરારીબાપુ અને પુ.સંતોષાનંદજી મહારાજ ઉર્ફે “સતવાબાવા” ના કરકમળો દ્વારા દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મુકયો.
પ્રથમ દિવસની પ્રથમ સંગોષ્ઠીમાં વિવિધ વક્તાઓએ તુલસી સાહિત્ય પર પોતપોતાનો અનુભવ અને વિવેચન રજૂ કર્યું. જેમાં કમલેશજી -પુના, શ્રી વેદ પ્રકાશમિશ્ર- વારાણસી, સુશ્રી જયાશ્રી પાર્ષદ -ગયા, શ્રી અનુપ્રયાસ મહારાજ -વૃંદાવન, શ્રી રામચરણદાસજી મહારાજ બકસર, શ્રી પ્રતીક મહારાજ -વૃંદાવન, સુશ્રી પ્રજ્ઞા મિશ્રાજી -કાનપુર,રામકૃષ્ણદાસ રામાયણી- અયોધ્યા અને દિનેશ ત્રિપાઠી- વૃંદાવન વગેરેનો સુખ સમાવેશ થતો હતો.
શ્રી રામચરણદાસજી મહારાજે કહ્યું કે કે રામ મીથિલા પહોંચ્યાં અને વાટીકામાં ફૂલ માટે ગયાં એટલે કિશોરીજીએ ત્યાં આવવાની ફરજ તો પડી પરંતુ તે પોતે કિશોરીજીના દર્શનથી ખૂબ અભિભૂત થયાં.આ આખું વર્ણન ખૂબ સૂચારુ રીતે પ્રસિદ્ધ છે.એટલે” રામકથા તો બહુ તો ને કહી હૈ લેકિન તુલસી જૈસી મર્યાદા કહાં મિલેગી”શ્રી પ્રતિક મહારાજજીએ કહ્યું વક્તા જ્યાં શ્રોતાને પહોંચાડવા માગે છે ત્યાં તે પહોંચાડી શકતા નથી.એક ધારા છે તે કંઈ તરફ જાય તે નિયત ન હોય.ચાર બાબતો દુલૅભ છે પોરુષત્વ,ધર્મ શ્રવણ, શ્રધ્ધા, પુરુષાર્થ.
બીજી સંગોષ્ઠિના બપોરે 4 થી 7 સુધી યોજાઈ હતી.શ્રી વેદપ્રકાશ મિશ્ર વારણસીના સંયોજન તળે યોજાયેલી ગોષ્ઠિમાં દસ વક્તાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. ધર્મ શાસ્ત્રોના ઉત્તર ભારતના મહત્વના કહી શકાય તેવાં વિદ્વાનો આ કાર્યક્રમમાં સામેલ થયાં છે સતત ચાર દિવસ ચાલનારાં આ ઉપક્રમનું સંચાલન શ્રી હરિશ્ચંદ્રભાઈ જોશી કરી રહ્યાં છે.વ્યવસ્થા અને સંકલન શ્રી જયદેવભાઈ માંકડ સંભાળે છે.

 

લઠ્ઠાકાંડથી પ્રભાવિત પરિવારોને પુ.મોરારીબાપુ નો કરુણા પ્રસાદ

થોડાં દિવસો પૂર્વે બોટાદ તેમજ અમદાવાદ જિલ્લાના અમુક ગામોમાં ઝેરી દારૂ કે કેમિકલ પીવાને કારણે 57 જેટલાં લોકોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે. આ ઘટનામાં મૃત્યુ પામનાર લોકોના પરિવારજનો માટે બેવડા આઘાતને સહન કરવાની સ્થિતિ સર્જાઈ છે. એક તરફ ઘરની મહત્વની વ્યક્તિનું મૃત્યુ થયું અને બીજી તરફ તેને કારણે આર્થિક નુકસાન પણ થયું.
વ્યસનને કારણે જેમણે પોતાના પ્રાણ ગુમાવ્યાં તે ઘટના નિંદનીય છે.સમાજમાં આ પ્રકારની ઘટનાઓ બને તે વખોડવાને પાત્ર જ છે. પરંતુ પરિવારની કોઈ વ્યક્તિની ભૂલને લીધે તેમના પરિવારજનો શો વાંક ? આથી કરુણા મુર્તિ પુ. મોરારિબાપુએ લઠ્ઠાકાંડની ઘટના માં માર્યા ગયેલાઓના પરિજનો તરફ સંવેદના વ્યક્ત કરી છે અને પ્રત્યેક મૃતકના પરિવારજનોને રૂપિયા 5000 ની તત્કાલ સહાયતા પહોંચાડી દેવા જણાવ્યું છે.બે લાખ પચાસ હજારથી વધુ રકમની સહાય શ્રી ચિત્રકૂટધામ ટ્રસ્ટના પ્રતિનિધિઓ દ્વારા રુબરુ જઈ પહોચતી કરવામાં આવશે.પુ.મોરારિબાપુ એ પુન: એક વખત ફરી આ કરુણ ઘટનાને કારણે જે પરિવારો નિ: સહાય બન્યાં છે. તેમનાં પરત્વે વિશેષ સંવેદના વ્યક્ત કરી છે.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!