ઉમરપાડા માં વિધવા મહિલાઓ એ પ્રશ્નો હલ કરવા મામલતદારને રજૂઆત કરી

ઉમરપાડા માં વિધવા મહિલાઓ એ પ્રશ્નો હલ કરવા મામલતદારને રજૂઆત કરી
Spread the love

ઉમરપાડા માં વિધવા મહિલાઓ એ પ્રશ્નો હલ કરવા મામલતદારને રજૂઆત કરી

અતિશય મોંઘવારીના સમયમાં વિધવાઓને મળતી રૂપિયા 1250 ની સહાય ના બદલે માસિક 3000 રૂપિયા આપવા માંગ કરી..
. માંગરોળ
ઉમરપાડા તાલુકા મામલતદાર કચેરી ખાતે નિવૃત આઇ એ એસ અધિકારી જગતસિંહ વસાવા ના નેતૃત્વ હેઠળ વિધવા મહિલાઓએ મામલતદારને એક આવેદનપત્ર સુપ્રત કરી વિધવાઓના પ્રશ્નો હલ કરવાની માંગ કરી છે
આ મુદ્દે ઉમરપાડા ના મામલતદારને લેખિત મૌખિક પ્રબળ રજૂઆત કરી મહિલાઓએ જણાવ્યું કે સરકારના સરખા ક્રમાંક ના તારીખ 25/ 3 /2013 અને તારીખ 26 /8 /2013 ના જી.આર. મુજબ વિધવા મહિલાઓને અંત્યોદય યોજના ના રેશનકાર્ડ આપવામાં આવે વિધવા મહિલાઓને પ્રતિ મહિને રેગ્યુલર વિધવા સહાય આપવામાં આવે તાલુકાની તમામ વિધવા મહિલાઓને પી એમ આવાસ યોજના હેઠળના લાભો આપવામાં આવે હાલ વિધવા મહિલા ઓને માસિક ₹1250 વિધવા સહાય આપવામાં આવે છે તેના બદલે અતિશય મોંઘવારીના કારણે દરેક વિધવાઓને પ્રતિ માસ 3000 રૂપિયાની સહાય આપવામાં આવે અને વધુમાં વિધવા મહિલાઓને ગેસ સિલિન્ડર ઓછા ભાવે આપવામાં આવે તેવી માંગ કરી છે.

રિપોર્ટ : નિલય ચૌહાણ, માંગરોળ.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!