કેશોદના સિલોદર પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો : માસૂમ બાળકીનું કમકમાટી ભર્યું મોત
કેશોદના સિલોદર પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો : માસૂમ બાળકીનું કમકમાટી ભર્યું મોત
કેશોદ નજીક સિલોદર પાટિયા પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માતમાં એક બાળકી નું કમકમાટી ભર્યું મોત જ્યારે એક વ્યક્તિ ને ગંભીર ઇજા થતા વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે ,
પુર પાટ ઝડપે આવતી GJ 03 HA 5956 નંબરની હોંડા અમેજ કારે 15 વર્ષ ની બાળકી નો જીવ લીધો
માંગરોળ નજીક ના કેશોદના સિલોદર પાટિયા પાસે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમા કાર ચાલકે બાઇક પર જતા બાપ દીકરી ને હડફેટે લેતા માસૂમ બાળકી નું મોત નીપજ્યું હતું જ્યારે બાઇક ચાલક બાળકીના પિતા ને ગંભીર ઇજા થતાં જુનાગઢ બાદ રાજકોટ રીફર કરવામાં આવ્યા છે ,બાવા સીમરોલી ગામના રહેવાસી પોપટભાઈ ચુડાસમા અને તેમની 15 વર્ષ ની દીકરી જિજ્ઞાસા ઉર્ફ (જિજ્ઞા) ને લઈ બાઇકમા સવાર થઈ જતા હોય ત્યારે માંગરોળ રોડ પર સિલોદર પાટિયા નજીક અચાનક પુર ઝડપે આવેલી કારે બાપ દીકરી બન્ને ને હડફેટે લેતા બંને બાપ દીકરી ને જુનાગઢ તાત્કાલિક સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા જેમાં બાળકી નું કમકમાટી ભર્યું મોત થયું હતું જ્યારે પરેશભાઈ ઉર્ફ પોપટભાઈ ચુડાસમા ને ગંભીર ઇજાઓ જણાતા વધુ સારવાર માટે રાજકોટ ખાતે રીફર કરવામાં આવ્યા હતા , મળતી માહિતી મુજબ કાર ચાલક અકસ્માત સર્જી માનવતા ને નેવે મૂકી ત્યાંથી નાસી છૂટવાની કોશિશ કરી હતી
પરંતુ અકસ્માત બાદ કાર ના ટાયરમાં હવા ન હોવા છતાં પણ અકસ્માત સર્જી કાર ચાલક ત્યાંથી નાસી છૂટવા કાર પુરપાટ ચલાવી ત્યાંથી નાસી છૂટવા નો કાર ચાલક દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો પરંતુ સ્થાનિકો ને આ અકસ્માત ની જાણ થતા કાર ચાલક નો પીછો કરી કાર ચાલક ને ઝડપી પાડી કેશોદ પોલીસ ને હવાલે કર્યો હતો
અકસ્માતમાં મૃત્યુ પામેલ બાળકી ને પી.એમ માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે મોકલવામાં આવેલ છે અને બાળકી ના પિતા ને રાજકોટ વધુ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે, પી.એમ બાદ બાળકી નો મૃતદેહ તેમના પરિવાર ને સોંપવામાં આવ્યો હતો ,હાલ જન્માષ્ટમી ના તહેવાર સમએજ દીકરી ના મોત ને લઈ પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે
રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
આસિ.એડિટર
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756