રાણીપુરાને ભૂત-પલિતથી બચાવવા હવન

રાણીપુરાને ભૂત-પલિતથી બચાવવા હવન
Spread the love

ઝઘડિયા તાલુકાના રાણીપુરા ગામે છેલ્લા 200 વર્ષ જેટલા સમયથી ગામ રક્ષા માટે નોમ નો હોમ કરવામાં આવે છે.ગ્રામજનોને ભુત- પલિત થી બચાવવા માટે ગામની ફરતે દુધનો અભિષેક કરવામાં આવે છે તેમજ રક્ષાકવચ બાંધવામાં આવે છે. માનવી ભલે ચંદ્ર પર પહોંચી ગયો હોય અને મંગળ પર જવાની તૈયારી કરતો હોય પણ જયાં વાત હોય શ્રધ્ધાની ત્યાં પુરાવાની શી જરૂર છે. ભરૂચ જિલ્લાના ઝઘડીયા તાલુકાના રાણીપુરા ગામમાં 200 વર્ષથી અનોખી પરંપરા ચાલી આવે છે. ગામ તથા ગામમાં વસતા લોકોને ભુત- પલિતથી બચાવવા માટે નોમના દિવસે વિશેષ પુજા કરવામાં આવે છે.

ગ્રામજનોના જણાવ્યાં પ્રમાણે 200 વર્ષ પૂર્વેથી ગામમાં આ હવન કરવાની પરંપરા ચાલી આવી છે. હવન કરવા પાછળનો મર્મ એ છે કે ગ્રામજનોની ભુત- પલિતથી રક્ષા થાય તેવો છે. ગામના યુવાનો આ હવનમાં આહુતિ આપે છે. આ ઉપરાંત હવનના સ્થળે થી અવિરત દૂધની ધાર સાથે દોરા વડે ગામને કવચ કરી સુરક્ષિત કરવામાં આવે છે. આ ઉપરાંત ગામની દરેક શેરીઓ માં લીમડો શ્રીફળ અને કોપરાની વાટી નો તોરણ બાંધવામાં આવે છે. 200 વર્ષથી વધુ જૂની આ પરંપરાને રાણીપુરા ગામના આજના ડિજિટલ યુગ ના યુવાનો પણ જાળવી રહ્યા છે અને પરંપરાને આગળ ધપાવી રહ્યા છે.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ

Advertisement
Admin

Admin

9909969099
Right Click Disabled!