રાજકોટ માં બેફામ ડ્રાઇવીંગ પુરપાટ ઝડપે કાર હંકારી વીજ પોલ ઉખેડી નાખ્યો.

રાજકોટ માં બેફામ ડ્રાઇવીંગ પુરપાટ ઝડપે કાર હંકારી વીજ પોલ ઉખેડી નાખ્યો.
Spread the love

રાજકોટ માં બેફામ ડ્રાઇવીંગ પુરપાટ ઝડપે કાર હંકારી વીજ પોલ ઉખેડી નાખ્યો.

રાજકોટ ની સદર બજાર પાસે, હરિહર ચોકમાં જે બિલ્ડીંગ પાસે અકસ્માત થયો તે અર્હમ ફાયનાન્સીયલ સેન્ટરમાં આવેલી ANS પ્રા.લીમાં ઓફીસ આસીસ્ટન્ટ તરીકે નોકરી કરતા હરીઓમભાઇ ચંદુભાઇ ચંચલ જાતે.લોહાણા ઉ.૩૪ રહે.પરાબજાર ભીડભંજન શેરીએ ફરિયાદમાં જણાવેલ કે ગઈકાલે પોણા ચારેક વાગ્યાના અરસામાં હું મારી ઓફીસ ખાતે હાજર હતો ત્યારે અચાનક ધડાકા સાથે ખુબ જ મોટો અવાજ આવતા ઓફીસના તમામ માણસો બહાર બહાર નીકળીને જોતા એક ફોર્ડ એન્ડઓવર ફોરવ્હીલ કાર અમારા સેન્ટરની દિવાલ સાથે અથડાઇને ઉભેલ જોવામાં આવેલ હોય જેથી અમો બધા નીચે આવીને જોતા આ ફોર્ડ એન્ડઓવર ટાઇટેનીયમ ફોરવ્હીલ કાર નં-GJ-25-AA 9801 વાળીના ચાલકે બેહદ ફુલ સ્પીડમાં ગાડી ચલાવી આવી. અમારા અર્હમ ફાયનાન્સીયલ સેન્ટરની સામે આવેલ ઇલેકટ્રીસીટીનો GEB નો લોખંડનો થાંભલા સાથે અથડાઇને થાંભલાને મૂળમાંથી ઉખેડી નાખી આ લાઇટના થાંભલા સહીતની કાર અમારા કોમ્પલેક્ષની દિવાલ સાથે અથડાયેલ હોય અને આ કારે અમારી ઓફીસમાં કામ કરતા માણસોના તથા મારા બાઈક કે જે આ દિવાલ પાસે બહારની સાઇડમાં પાર્ક કરેલ હતા તે કુલ અલગ-અલગ કંપનીના કુલ-પ મોટર સાયકલો ઉપર ચડી ગયેલ હતી. જે બાઈકોમાં મારુ અને અમારી ઓફીસમા કામ કરતા મોહીતભાઇ દોશી, અમીતકુમાર મહેતા, કૌશલભાઇ ધોળકીયા, રિઝવાન બ્લોચના બાઇક હતા. બાઈક ટોટલ લોસ હોય આશરે જેનુ નુકશાન રૂ.૨.૫૦ લાખ જેટલુ ગણાય. તેમજ આ જગ્યાએ આ અકસ્માતના કારણે લાઇટ જતી રહેતા GEB ના અધીકારીઓ તથા સ્ટાફ આવેલ જેમા જીતેન્દ્રભાઇ ભટ્ટ નામના ડેપ્યુટી એન્જીનીયર ત્યા આવેલ અને તેઓ થાંભલા વિગેરેને કુલ રૂ.૧.૫૦ લાખનું નુકશાન થયેલની વાત કરેલ. આ બનાવ બનેલ ત્યારે અમો તુરત જ બહાર આવેલ અને જોયુ તો એક ભાઇ ત્યા ગાડીમાંથી બહાર નીકળી બકવાસ કરતો હતો અને લથડીયા ખાતો અને તેને નાની મોટી ઇજા થયેલ હોય ૧૦૮ મા સરકારી દવાખાને સારવારમાં લઇ ગયેલ હતા. જે નશો કરેલ હોય તેવું જણાતું હતું. બાદમાં મને જાણવા મળેલ કે આ કાર અકસ્માતમાં પંચનાથ મેઇન રોડ ઉપર ચાલીને જતો એક છોકરો કે જેનું નામ નવાબ સમીરભાઇ બ્લોચ ઉ.૭ રહે. હરીહર ચોક પાસે ખાડામાં ને કારે હડફેટે લીધેલ હોય અને તેને પણ પગમાં તથા શરીરે ઇજા થતા તેને સરકારી હોસ્પીટલમાં દાખલ કરેલ છે અને તેને જમણા પગમાં ફેકચર થયેલ જાણવા મળેલ છે.

રિપોર્ટ દિલીપ પરમાર રાજકોટ.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Advertisement
Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!