જૂનાગઢમાં તા.૨૬મી સપ્ટેમ્બરે શહેર અને જિલ્લાકક્ષાનો યુવાઓને રોજગાર એનાયત પત્રોનો કાર્યક્રમ

જૂનાગઢમાં તા.૨૬મી સપ્ટેમ્બરે શહેર અને જિલ્લાકક્ષાનો યુવાઓને રોજગાર એનાયત પત્રોનો કાર્યક્રમ
Spread the love

જૂનાગઢમાં તા.૨૬મી સપ્ટેમ્બરે શહેર અને જિલ્લાકક્ષાનો યુવાઓને રોજગાર એનાયત પત્રોનો કાર્યક્રમ

 

મહાનગરપાલિકાના કાર્યક્રમમાં રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમ અને જિલ્લાકક્ષાના સમારોહમાં સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમાની અધ્યક્ષતામાં યોજાશે

જૂનાગઢ :  જૂનાગઢમાં મહાનગરપાલિકા અને જિલ્લાકક્ષાનો યુવાઓને રોજગાર-એપ્રેન્ટીસનો નિમણૂક પ્રમાણપત્રો એનાયત કરવા માટેનો કાર્યક્રમ તા.૨૬-૯-૨૦૨૨ના રોજ સવારે ૧૦.૫૫ કલાક યોજાશે. આ કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ અમદાવાદ ખાતેથી વીડિયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે.

મહાનગરપાલિકાનો કાર્યક્રમ રાજ્યમંત્રી શ્રી દેવાભાઈ માલમની અધ્યક્ષતામાં સરદાર ચોક ખાતેના શામળદાસ ગાંધી ટાઉનહોલ ખાતે યોજાશે. આ તકે અતિથિ વિશેષ તરીકે મેયર શ્રીમતી ગીતાબેન પરમાર ઉપસ્થિત રહેશે.

જિલ્લાકક્ષાનો સમારોહ સાંસદ શ્રી રાજેશભાઈ ચુડાસમા ની અધ્યક્ષતામાં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના ઓડિટોરિયમમાં યોજાશે. આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી શાંતાબેન ખટારીયાની વિશેષ ઉપસ્થિતિ રહેશે.

આ કાર્યક્રમના સુચારું આયોજન માટે નિવાસી અધિક કલેકટર શ્રી એલ. બી. બાંભણિયાના વડપણ હેઠળ કલેકટર કચેરી ખાતે સંબંધિત અધિકારીઓ સાથે બેઠક મળી હતી. આ બેઠકમાં તેમણે જરૂરી માર્ગદર્શન આપવાની સાથે કાર્યક્રમ ગરીમામય રીતે કાર્યક્રમ સંપન્ન થાય તેની તકેદારી લેવા સૂચના આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા અને જિલ્લાકક્ષાનો કાર્યક્રમ તા.૨૬મીના રોજ ૧૦.૫૫ કલાકે એકી સમય અને તારીખે યોજાશે.

આ બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક શ્રી પી.જી. પટેલ, પ્રાંત અધિકારી સુશ્રી ભૂમિબેન કેશવાલા, રોજગાર અધિકારી શ્રી પ્રશાંત ત્રિવેદી સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Advertisement
Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!