જૂનાગઢ પોલીસે સિનિયર સિટીઝન અરજદારને પોતાના મકાનનો કબ્જો પરત અપાવ્યો

જૂનાગઢ પોલીસે સિનિયર સિટીઝન અરજદારને પોતાના મકાનનો કબ્જો પરત અપાવ્યો
Spread the love

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ ઝાંઝડીયા તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા* સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે…_

જૂનાગઢ શહેરના ટીંબાવડી વિસ્તારમાં સોસાયટી ખાતે પોતાના મકાનમાં રહેતા અને નિવૃત્ત જીવન ગુજરાન ચલાવતા 70 વર્ષીય સિનિયર સીટીઝન મહિલા પોતાના પુત્ર સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી, પોતાને સંતાનમાં એક દીકરો જ હોઈ, પોતે રીટાયર્ડ હોઈ, પોતાનું મકાન એક પોતાના પરિચિત મહિલા મારફતે પોતાના સંબંધીને સામાન મુકવા માટે એક બે માસ પૂરતું મકાન ભાડે જોતું હોવાનું જણાવી, મકાન ભાડે રાખેલ હતું. પોતાના પાસે પોતાના મકાન સિવાય કોઈ મિલકત નથી. પરંતુ, પોતાના મકાનની નીચે આવેલ મકાનનો એક રૂમ સંબંધીને સામાન મૂકવાના હેતુથી, જરૂરિયાત મંદ મહિલાના ઓળખીતા સંબંધી ભાડુઆતને ભાડે આપી હતી, ભાડું મામૂલી રકમ હોઈ, એમનું ભાડું પણ આપતા નથી તેમજ એકાદ વર્ષ જેટલો સમય થવા છતાં, ખાલી કરતા નથી અને ભાડું પણ આપતા નથી. ઉલ્ટા મકાન ખાલી કરવાનું કહેતા, તમારે મકાન ખાલી કરવું હોય તો, મને રૂપિયા દેવા પડશે અને જેની પાસે જાવું હોય ત્યાં જાવ, રૂપિયા સિવાય મકાન ખાલી થશે નહિ, તેવું જણાવતા હોઈ, અને માથાભારે ભાડુઆત હોય, આ ભાડુઆતને ગમે તેમ કરીને મકાન ખાલી કરવા બાબતે ગળગળા થઈને રજૂઆત કરવામાં આવેલ હતી…._

જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેરના સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે.જે ગઢવી સ્ટાફના હે.કો. નિલેશભાઈ, નાથાભાઈ, ઈન્દ્રસિંહ (ભાણુંભા), આઝાદસિંહ, સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે ભાડે રાખી, ખાલી નહીં કરેલ માથાભારે ભાડુઆતને પોલીસની ભાષામાં સમજાવતા, ભાડુઆત વિરૂદ્ધ લેન્ડ ગ્રેબીંગ ના કાયદા અન્વયે કાર્યવાહી કરવા જણાવતા *જૂનાગઢ પોલીસ દ્વારા મધ્યસ્થી થઈને સમજાવતા, ભાડુઆત અરજદાર સિનિયર સિટીઝનની મકાન સોંપવા માટે તૈયાર થઈ ગયેલ અને મકાન ખાલી કરી, ચાવી સોંપી* આપેલ હતી. માથાભારે ભાડુઆત દ્વારા ભવિષ્યમાં કોઈ હક્ક દાવો નહિ કરે અને પોતાનો મકાન ઉપર કોઈ અધિકાર નથી, તેવું અરજદારને જણાવી પણ દેવામાં આવેલ હતું. વયોવૃદ્ધ સિનિયર સીટીઝન અરજદાર તથા તેના દીકરા દ્વારા જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. જૂનાગઢ પોલીસ દ્વારા પણ પોતાની ફરજ ગણાવી, અરજદાર હવેથી તકેદારી રાખવા વિનંતી પણ કરવામાં આવેલ હતી. અરજદારને પોલીસનો આવો અનોખો અનુભવ અને પોતાના જિંદગીના કમાણી સમાન મકાનના રૂમનો કબ્જો ભાડુઆત સાથે મધ્યસ્થી કરી, સમજાવી, સંવેદના પૂર્ણ કાર્યવાહી કરી, પરત મળતા, ખૂબ જ આનંદિત થઈ, અરજદાર દ્વારા આનંદ વ્યક્ત કરી, જો પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવેલ ના હોત તો, પોતાની જિંદગીની કમાણી સમાન પોતાના મકાનના રૂમ માટે રૂપિયા આપવા પડત, એવી લાગણી વ્યક્ત કરી, કામ કરનાર જૂનાગઢ પોલીસ સ્ટાફનો વારંવાર આભાર વ્યક્ત કરતા હોય, સી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ભાવવાહી દ્રશ્યો સર્જાયા હતા…_

જૂનાગઢ જિલ્લાના પોલીસ અધિક્ષક શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી ની સૂચનાથી જૂનાગઢ પોલીસ દ્વારા સિનિયર સિટીઝન અરજદારને પોતાના મકાનનો કબ્જો પરત અપાવી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ ફરીવાર સાર્થક કર્યું હતું…_

 

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

Advertisement
Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!