પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસે ફરીવાર સાર્થક કર્યું

પોલીસ પ્રજાની મિત્ર છે, એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસે ફરીવાર સાર્થક કર્યું
Spread the love

જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી નિલેશ ઝાંઝડિયા તથા જૂનાગઢ પોલીસ વડા શ્રી રવિ તેજા વાસમ શેટ્ટી દ્વારા સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને “પોલીસ પ્રજાનો મિત્ર છે” એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ છે…_

તાજેતરમાં જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાની બદલી અમદાવાદ ખાતે થતા, એક અજાણ્યા નંબર (98255 15913) થી વોઇસ મેસેજ આવ્યો. વોઇસ મેસેજ માં સિનિયર સિટીઝન દ્વારા ડીવાયએસપીની બદલી બાબતે પોતાને દુઃખ થયેલ છે, પોતે તેમના સારા કામથી પરિચિત છે, પોતે એકવાર મળવા આવેલ પણ મળી શકાયું નથી. પોતે અવારનવાર ખ્વાજા ગરીબ નવાઝ ના દર્શને જાય ત્યારે ડીવાયએસપી માટે દુઆ માંગે છે, પોતે ડીવાયએસપી જાડેજાને એસપી તરીકે જોવા માંગે છે, વિગેરે લાગણી સભર ભાષામાં જણાવેલ…_

આ યાકુબ ચાચા નો voice message આવ્યો હતો…એટલે ડીવાયએસપી જાડેજાને એમ થયું કે, માણસને હું ઓળખતો નથી, એનું કામ પણ નથી કર્યું, છતાં મારા ઉપર લાગણી છે….મારા માટે ગરીબ નવાઝ માં પ્રાર્થના કરે…બદલી થી દુઃખ થાય…જેને કાઈ લેવા દેવા નથી….એસપી તરીકે જોવા માંગે છે…એટલે આને મળવું પડે, જેથી તેઓએ યાકુબ ચાચા ને ફોન કરીને પોતે મળવા માંગે છે, તો યાકુબ ચાચા એ પોતે જ સાંજે ડીવાયએસપી ઓફીસ આવવાનું જણાવેલ હતું…_

સાંજના સમયે યાકુબભાઈ બ્લોચ રેલવે સ્ટેશન સામે, ડીવાયએસપી કચેરી પહોંચી ગયા. ડીવાયએસપી જાડેજા તથા સ્ટાફ દ્વારા તેઓને ચા પાણી પાઈને, લોકો જૂનાગઢમાંથી વિદાય લેતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાનું સન્માન કરતા હોય, ત્યારે ડીવાયએસપી જાડેજા દ્વારા સામન્ય લાગણીશીલ માણસ યાકુબ ચાચા ને તેઓની જૂનાગઢ પોલીસની નિસ્વાર્થ લાગણી બાબત સાલ ઓઢાડી, સન્માન કરવામાં આવ્યું. ડીવાયએસપી કચેરી ખાતે આવેલ સામાન્ય અદના આદમી એવા સિનિયર સિટીઝન યાકુબ ચાચાને અનેરું માન મળતા, યાકુબ ચાચાએ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને આશીર્વાદ આપી, આભારની લાગણી વ્યક્ત કરી, ભાવવિભોર થયા હતા. ડીવાયએસપી જાડેજા દ્વારા પણ યાકુબ ચાચા ને ભલે પોતાની બદલી થઈ ગઈ પણ કોઈ જરૂરિયાત હોય તો ગમે ત્યારે ફોન કરવા જણાવી, મદદ કરવા તત્પરતા બતાવી હતી…_

ફરી ફરીવાર પોલીસ પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરતો, સામન્ય માણસની પોલીસ પ્રત્યેની લાગણી અને પોલીસ અધિકારી દ્વારા અદના આદમી એવા સિનિયર સિટીઝન રિટાયર્ડ એસટી ડ્રાઇવર યાકુબભાઈ બ્લોચ ઉર્ફે યાકુબ ચાચાને આપવામાં આવેલ સન્માન…કરવાનો કિસ્સો જૂનાગઢ શહેરમાં ટોક ઓફ ધ ટાઉન કિસ્સો સાબિત થયેલ છે……._

રિપોર્ટ : વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
માંગરોળ (જૂનાગઢ)

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Advertisement
Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!