ખેડબ્રહ્મા: યુવા ગ્રુપ ખેડબ્રહ્મા દ્વારા કપડાનું વિતરણ.

ખેડબ્રહ્મા: યુવા ગ્રુપ ખેડબ્રહ્મા દ્વારા કપડાનું વિતરણ.
Spread the love

ખેડબ્રહ્મા: યુવા ગ્રુપ ખેડબ્રહ્મા દ્વારા કપડાનું વિતરણ.

યુવા ગૃપ ખેડબ્રહ્મા દ્વારા ગોરલ લક્ષ્મણ ગઢ અને ચોટાસન પ્રાથમિક શાળાની દીકરીઓને કપડા વિતરણ કરી સેવા સપ્તાહની ઉજવણી કરવામાં આવી.
ખેડબ્રહ્મા યુવા ગ્રુપ દ્વારા આજે ઈડર તાલુકાની ગોરલ
લક્ષ્મણગઢ અને ચોટાસણ પ્રાથમિક શાળાની દીકરીઓને કપડાનું વિતરણ કરી સેવા સપ્તાહની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી
યુવા ગ્રુપ ખેડબ્રહ્મા દ્વારા વિવિધ સમગ્ર વર્ષ દરમિયાન સેવાલક્ષી કાર્યો કરવામાં આવતા હોય છે
ગયા સપ્તાહમાં ભાદરવી પૂનમે મા અંબાના દર્શનાર્થે જતા પદયાત્રીઓ માટે પણ સેવા કેમ્પ યોજી નાસ્તાનું તેમજ
આરોગ્ય લક્ષી દવાઓ આપી પદયાત્રીઓને મદદરૂપ થયા હતા
ખેડબ્રહ્મા તાલુકાની ઊંડાણ ની પ્રાથમિક શાળાઓમાં પણ અવારનવાર અતિ પછાત અને આદિવાસી વિસ્તારના બાળકોને નોટો, દફતર, ચપ્પલ નું પણ વિતરણ કરવામાં આવે છે
સાથે દર રવિવારે ઝૂંપડપટ્ટીમાં વસતા બાળકોને ભણાવવાનું ભગીરથ કાર્ય પણ યુવા ગ્રુપ દ્વારા કરવામાં આવે છે
તેવું યુવા પ્રમુખ બ્રિજેશ બારોટે અને યુવાના વોલેન્ટિયરો ની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું
આવા કપળા કાળમાં પણ જરૂરિયાત મંદોની સેવા કરતું ખેડબ્રહ્મા યુવા ગ્રુપ સરાહનીય કામગીરી કરી લોકોને આર્થિક રૂપે પણ મદદરૂપ થતું હોય છે
વંદન છે, યુવા ગ્રુપ પ્રમુખ બ્રિજેશ બારોટ અને યુવાના વોલેન્ટિયરોને.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!