રાજકોટ શહેર વિદેશીદારૂની ડિલિવરી કરવા આવેલો બૂટલેગર ઝડપાયો.
રાજકોટ શહેર વિદેશીદારૂની ડિલિવરી કરવા આવેલો બૂટલેગર ઝડપાયો.
રાજકોટ ના બી.ડિવિઝન પોલીસ સ્ટેશન PI એમ.સી.વાળા, PSI એચ.એમ.જાડેજા, હેડ કોન્સ્ટેબલ કે.કે.નિકોલા સહિતના સ્ટાફે બાતમીના આધારે શહેરના નવાગામ છપ્પનીયા રાધે પાનવાળી બંધ શેરીમાં દારૂ ભરેલી કાર ડિલિવરી કરવા આવી હોવાથી તાત્કાલિક દરોડો પાડી વિદેશી દારૂની ૩૧૨ બોટલ સાથે બનાસકાંઠાના વેળાવાપુરામાં રહેતા હેદરશાહ કરીમશાહ ફકીર ઉ.૩૦ ને પકડી પાડ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે હેદરશાહ પાસે કોઈ કામધંધો ન હોવાથી તેણે દારૂની ખેપ મારવાનું શરૂ કરી દિધું હતું. આ અગાઉ પણ તે રાજકોટમાં ડિલિવરી આપી ગયો છે કે કેમ તે અંગેની તપાસ ચાલી રહી છે. બી-ડિવિઝન પોલીસે ૧.૫૬ લાખની કિંમતની વિદેશી દારૂની ૩૧૨ બોટલ તેમજ રૂા.૧ લાખની કાર નં.GJ-10-AC 0701 સહિત કુલ રૂા.૨.૫૬ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની તપાસ હાથ ધરી છે.
રિપોર્ટ.દિલીપ પરમાર રાજકોટ.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756