અંકલેશ્વરમાં રૂ.1 લાખની ખંડણી માંગનાર 3 ઈસમો વિરૂદ્ધ ફરિયાદ

અંકલેશ્વરમાં રૂ.1 લાખની ખંડણી માંગનાર 3 ઈસમો વિરૂદ્ધ ફરિયાદ
Spread the love
  • ખંડણીની માંગ કરનાર શખ્સોની અટકાયત
  • પોલીસે 5 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા

અંકલેશ્વર પીરામણ ગામ ખાતે આઝાદ રોલીગ શટર્સ સંચાલક પાસે 1 લાખ રૂપિયાની ખંડણી માગણી કરાઈ હોવાની અંકલેશ્વર શહેર એ-ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. આ ફરિયાદના આધારે પોલીસે પીરામણ ગામના ત્રણ ઈસમોની અટકાયત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અંકલેશ્વરના હવા મહેલ સોસાયટી ખાતે મહંમદ હુસેન હાજી ગુલામ હુસેન પઠાણ આઝાદ રહીને રોલીગ શટર્સનો વ્યવસાય કરી રહ્યાં છે. જેમની પાસે ગત 1 ઓક્ટોબરના રોજ પીરામણ ગામના ત્રણ રાજકીય અને આર.ટી.આઈ એક્ટિવિસ્ટ અનસ સલીમ નાના બાવા,અલ્તાફ ઐયુબ ઉનીયા, સાદ અહમદ ટેલર આવીને તમારી આ જગ્યા બિન ખેતીની નથી તમે ગેરકાયદેસર રીતે આઝાદ રોલીગ શટર્સનો વ્યવસાય ગેરકાયદેસર રીતે કરી રહ્યા હોવાનું જણાવી ધંધો કરવો હોય 1 લાખ રૂપિયા આપો નહીં તો ધંધો બંધ કરવાની ધમકી આપીને ગાળા-ગાળી કરી હતી.

જે બાદ મહંમદ હુસેન હાજી ગુલામ હુસેન પઠાણના નાના ભાઈ ગભરાઈ જતા તેઓ ગલ્લામાં રહેલા 50 હજાર રૂપિયા કાઢીને નાના બાવાને આપી દીધા હતા. ત્યારબાદ ત્રણે ઈસમો ત્યાંથી જતા રહ્યાં હતાં. જોકે મહંમદ હુસેન હાજી ગુલામ હુસેન પઠાણ, પીરામણ રોડ ગડનાળા પાસેથી ધરે જઈ રહ્યાં હતાં. તે સમયે ત્રણે ઈસમોએ ફિલ્મી ઢબે પીછો કરી તેમને રોકીને તમે અમે માગેલા રૂપિયા કેમ આપતા નથી તેમ કહી ગાળા- ગાળી કરી માર માર્યો હતો. જોકે લોકો અવર જવરને લઇને ત્યાંથી ફરાર થઇ ગયા હતા.જોકે મારના ડરથી 20 દિવસ બાદ તેઓએ ફરિયાદ નોંધાવી હતી.આ ફરિયાદના આધારે અંકલેશ્વર પીઆઇ આર.એચ. વાળા અને પીએસઆઈ એ.એસ.ચૌહાણની ટીમે ત્રણેય આરોપીને પકડીને 5 દિવસના રિમાન્ડ મેળવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

Admin

Admin

9909969099
Right Click Disabled!