નરેડી પાસે કાર પુલ નીચે ખાબકી,કારના દરવાજા લોક થતા દંપતી ફસાયું 108 ની ટીમે બહાર કાઢ્યું
નરેડી પાસે કાર પુલ નીચે ખાબકી,કારના દરવાજા લોક થતા દંપતી ફસાયું 108 ની ટીમે બહાર કાઢ્યું
વંથલી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાં, પોરબંદર તરફ થી આવી રહ્યાં હતાં..
પોરબંદરથી એક દંપતી વંથલી તરફ આવી રહ્યું હતું એ દરમિયાન વંથલી પાસેના નરેડી ગામ પાસે કાર કોઈ કારણસર પલટી મારી પુલ નીચે ખાબકી હતી એ સમયે દરવાજા લોક થઈ ગયા હોય દંપતી ને બહાર નીકળવું મુશ્કેલ બન્યું હતું અને 108 ની ટીમને જાણ કરતા પાઇલોટ હિતેશ ભાઈ પરમાર,ઇએમટી કમલેશભાઈ ઝીઝુવાડીયા સ્થળ પર પહોંચ્યા હતા અને જીવના જોખમેં પૂલ નીચે ઉતરી દરવાજા ના લોક તોડી દંપતીને બહાર કાઢ્યું હતું અને સામાન્ય ઈજા પહોંચતા વંથલી સિવિલ માં સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા.
108 ની આ કામગીરીને લોકોએ પણ બિરદાવી હતી.જ્યારે આ દંપતી પાસે સોનાના દાગીના તેમજ એક પર્સમાં અગત્યના કાગળો હોય જે 108 ની ટીમે તમામ લોકોની હાજરીમાં પરત કરી પ્રામાણિકતા દાખવી હતી.
રિપોટ.. રહીમ કારવાત
વંથલી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756