ગિરનારની ગોદમાં નાના બાળકોએ સાંસ્કૃતિક પ્રતિભા બતાવી

ગિરનારની ગોદમાં નાના બાળકોએ સાંસ્કૃતિક પ્રતિભા બતાવી
Spread the love

ગિરનારની ગોદમાં નાના બાળકોએ સાંસ્કૃતિક પ્રતિભા બતાવી

 

જૂનાગઢમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ

 

સૌરાષ્ટ્રભરના ૫૫૦ જેટલા બાળકોએ ૧૩ જેટલી સ્પર્ધામાં ભાગ લીધો

 

જૂનાગઢ : જૂનાગઢમાં સૌરાષ્ટ્ર પ્રદેશ કક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં બાળકોએ પોતાની સાંસ્કૃતિક પ્રતિભા દર્શાવી હતી. આ સ્પર્ધામાં સૌરાષ્ટ્રભરના ૫૫૦ જેટલા બાળકોએ ૧૩ જેટલી સ્પર્ધામાં ભાગ લીધો હતો.

ભવનાથ ખાતેની તળપદા કોળી સમાજની વાડી ખાતે આયોજિત આ બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં સમૂહગીત, લોકનૃત્ય, લોકગીત, ભજન, લગ્નગીત, એકપાત્રીય અભિનય, લોકવાર્તા, વકૃત્વ, ચિત્રકામ, સર્જનાત્મક કારીગીર, નિબંધ, લોકવાદ્ય સંગીત અને દુહા-છંદ-ચોપાઈ સ્પર્ધામાં ૭ થી ૧૩ વયજૂથના બાળકો પોતાના કલાના ઓજસ પાથર્યાં હતા.

આ કાર્યક્રમના ઉદઘાટન સમારોહમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી એન.ડી વાળા, અમરેલીના જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રી વિક્રમસિંહ પરમાર, ગુજરાત યુનવર્સિટી વિદ્યાર્થી કલ્યાણ પ્રવૃત્તિના નાયબ નિયામક શ્રી વિક્રમસિંહ ચાવડા, શ્રી યશવંત ગઢવી અને નિર્ણાયકોએ સ્પર્ધકો-વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરી તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!