જામનગર : નોંધણી વગરના વધુ 19 ચીકન શોપના આસામી સામે કાર્યવાહી

જામનગર : નોંધણી વગરના વધુ 19 ચીકન શોપના આસામી સામે કાર્યવાહી
Spread the love

જામનગર : નોંધણી વગરના વધુ 19 ચીકન શોપના આસામી સામે કાર્યવાહી

જામ્યુકોની ફુડ શાખા દ્વારા શહેરના અલગ-અલગ વિસ્તારમાં આવેલી મીટ અને ચીકન શોપની 19 દુકાનોમાં ચેકીંગ કરી સ્થળ પર રોજકામની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમાં નિયમ મુજબ રજીસ્ટ્રેશન વગરના 19 આસામી સામે એડીશ્નલ કલેકટર સમક્ષ કેસ દાખલ કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી.

તદઉપરાંત શહેરના ટાઉનહોલ, ત્રણબતી, જી.જી.હોસ્પિટલ સામેન વિસ્તારમાં ફરસાણ, મીઠાઇ, હોટલ, રેસ્ટોરન્ટ, ચા ની હોટલમાં ચેકીંગ હાથ ધરાયું હતું. જે અતંર્ગત સાફ-સફાઇ, સ્વચ્છતા જાળવવા, ચાની પ્યાલી કચરા ટોપલીમાં નાખવા, પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ ન કરવા તાકીદ કરવામાં આવી હતી. જયારે રાધેશ્યામ હોટલ, પ્રેસીડન્ટ હોટલ, કલ્પના હોટલ, મદ્રાસ હોટલ, આશનદાસ સ્વીટમાં સ્માર્ટ સીટી અંતર્ગત લોગઇનની કામગીરી કરવામાં આવી હતી.અગાઉ પણ ફૂડ શાખા દ્વારા નોંધણી વગરના ચિકનશોપના આસામીઓ સામે કેસ કરાયા છે જેની સુનાવણી પૂર્ણ થઇ છે.

જામનગરમાં નોંધણી વગરના વધુ 19 ચીકન શોપના આસામી સામે કેસ મનપાની ફુડ શાખા દ્રારા કેસ દાખલ કરવામાં આવ્યા છે. શહેરના ટાઉનહોલ, જી.જી.હોસ્પિટલ સામેની દુકાનોમાં સફાઇ અંગે ચેકીંગ કરાયું હતું. લક્ષ્યાંક પૂર્ણ કરવા હોટલોમાં સ્માર્ટ સીટી લોગ ઇનની કામગીરી કરવામાં આવી હતી.

રિપોર્ટ : ચિરાગ ગજરા,જામનગર.

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!