જામનગર ની DKV સાયન્સ કોલેજ ખાતે કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

જામનગર ની DKV સાયન્સ કોલેજ ખાતે કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું
Spread the love

જામનગર ની DKV સાયન્સ કોલેજ ખાતે કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું

લોકાર્પણ જામનગર, જામનગર જિલ્લા રોજગાર કચેરી દ્વારા ડી.કે.વી. સાયન્સ કોલેજ ખાતે કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. ગત તા.૨૦ જાન્યુઆરીના રોજ યોજાયેલા આ સેમિનારમાં ૧૨૮ જેટલા વિધાર્થીઓએ ભાગ લીધો હતો. સત્રમાં ઉપસ્થિત વિધાર્થીઓનું અનુબંધમ પોર્ટલ એપ્લિકેશન દ્વારા ઓન ઘી સ્પોટ રજીસ્ટ્રેશન કરવામાં આવ્યું હતું.

આ રોજગારલક્ષી સેમિનારમાં શ્રી ડો. દિવ્યેશભાઈ ગોસાઈ દ્વારા પ્રાસંગિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું. રોજગાર ક્ચેરીના કેરિયર કાઉન્સેલર શ્રી અંકિતભાઈ ભટ્ટ દ્વારા અનુબંધમ પોર્ટલ, ઉચ્ચ અભ્યાસ અને અનુસ્નાતક ડિગ્રી માટે વિવિધ તકો વિષે ઉપસ્થિત સર્વેને વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ ઉપરાંત, કાર્યક્રમમાં રોજગાર કચેરી, જામનગર દ્વારા ચાલતી રજીસ્ટ્રેશન પ્રક્રિયા અને ભરતીમેળાઓ વિષે પી.પી.ટી. પ્રેઝન્ટેશન દ્વારા પણ વિશેષ માહિતી આપવામાં આવી હતી.

કાર્યક્રમના અંતે આભારવિધિ શ્રી ડો. નિર્મલસિંહ ઈશરાણી દ્વારા કરવામાં આવી હતી. આ સેમિનાર સત્રમાં શ્રી ડી.કે.વી. સાયન્સ કોલેજના શ્રી ડો. જીગ્નેશભાઈ એચ. પંડ્યા, શ્રી ડો. ચંદનીબેન કે. ગોસ્વામી અને શ્રી ડો. એસ.એ. પરમાર ઉપસ્થિત રહ્યા હતા, તેમ મદદનીશ નિયામકશ્રી (રોજગાર) કુ. સરોજબેન સાંડપા, જામનગરની યાદીમા જણાવવામાં આવ્યું છે..

રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!