ભરૂચ જીલ્લાના પાંચ આગેવાનો નો ખોડલધામ ટ્રસ્ટમાં સમાવેશ કરાયો

ભરૂચ જીલ્લાના પાંચ આગેવાનો નો ખોડલધામ ટ્રસ્ટમાં સમાવેશ કરાયો
Spread the love

ભરૂચ જીલ્લાના પાંચ આગેવાનો નો ખોડલધામ ટ્રસ્ટમાં સમાવેશ કરાયો

અંકલેશ્વરના જાણીંતા ઉદ્યોગપતિઓ ઉપરાંત સમાજ આગેવાનો એવા પાંચને વધુ જવાબદારી ખોડલધામ ટ્રસ્ટ દ્વારા આપવામાં આવી

ખોડલધામ ટ્રસ્ટ કાગવડ ના સંગઠન કાર્યના સારથી તરીકે કાર્ય કરતા રાજ્યભરના ઉપરાંત અન્ય રાજ્યોના કેટલાક આગેવાનોને ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા વધુ જવાબદારીઓ સોંપી ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં ભરૂચ જીલ્લાના ઉદ્યોગપતિઓ તેમજ સામાજીક આગેવાનો ને સ્થાન આપવામાં આવ્યું છે.
ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા તા. ૨૧/૧/૨૩ ના રોજ ઓલ ઇન્ડિયા કન્વીનર તથા સ્વયંસેવક મીટ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્રભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશભાઈ પટેલ દ્વારા અમલમાં મૂકવામાં આવેલ ખોડલધામ ટ્રસ્ટના પાંચ પ્રોજેક્ટનો ચીતાર આપવામાં આવ્યો હતો. ઉપરાંત ૨૦૨૭ માં આયોજીત દશાબ્દિ મહોત્સવ વિશે પણ જાણકારી આપી હતી. આ ઉપરાંત રાજ્યભરમાં થી વિવિધ જીલ્લાઓમાં થી ખોડલધામ ટ્રસ્ટ કાગવડ દ્વારા સામાજીક આગેવાનોને વધુ જવાબદારીઓ સોંપી ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી છે. જેમાં ભરૂચ જીલ્લાના અંકલેશ્વરના પાંચ જેટલા આગેવાન તથા ઉદ્યોગપતિનો સમાવેશ કરાયો છે. જેમાં (૧) મનસુખભાઇ નારણભાઈ રાદડીયા (૨) ભુપતભાઈ પોપટભાઈ રામોલિયા (૩) પંકજભાઈ નાથાભાઇ ભુવા (૪) હિંમતભાઈ બાલુભાઈ શેલડીયા અને (૫)ભરતભાઈ ત્રિભુવનદાસ પટેલ નો સમાવેશ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે પંકજભાઈ નાથાભાઈ ભુવા જેઓ હાલમાં ભરૂચ જીલ્લા ખોડલધામ સમિતિના કન્વીનર તરીકે સેવા બજાવી રહ્યા છે. ઉપરાંત તેમને દક્ષિણ ગુજરાત ઝોનના કન્વીનર તથા ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવી છે. ભરૂચ જીલ્લાની ઝઘડિયા નેત્રંગ અંકલેશ્વર ભરૂચ વાગરા જંબુસર આમોદ તાલુકાની ખોડલધામ સમિતિ ઓ દ્વારા તેમજ ખોડલધામ મહિલા સમિતિ તથા ખોડલધામ યુવા સમિતિ દ્વારા ટ્રસ્ટી તરીકે નિમણૂક થયેલ તમામ સમાજ આગેવાનો ને અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!