જામનગર ની દીગજામ સર્કલ નજીક દુકાનો માંથી ઝડપાયું કેફી પીણું

જામનગર ની દીગજામ સર્કલ નજીક દુકાનો માંથી ઝડપાયું કેફી પીણું
Spread the love

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવએ પ્રોહી, જુગારના કેસો શોધી કાઢવા અંગેની ડ્રાઇવનું આયોજન કરેલ હોય, જેથી જામનગર જીલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુએ જામનગર જીલ્લામાંથી દારૂ, જુગારની બદી નેસ્ત નાબુદ કરવા એલસીબીને સુચના કરતા પીઆઇ જે.વી. ચૌધરીના માર્ગદર્શન મુજબ એલસીબી સ્ટાફના માણસો જામનગર શહેર વિસ્તારમાં પ્રોહી-જુગારના કેશો શોધી કાઢવા અંગે પેટ્રોલીંગમાં હતા.

દરમ્યાન એલસીબીના યશપાલસિંહ જાડેજા, અજયસિંહ ઝાલાને મળેલ બાતમી હકીકત આધારે દિગ્જામ સર્કલ પાસે આવેલ હનીફ નુરમામદ જોખીયા રહે. આરામ કોલોની, ગાત્રાળ મીલની બાજુમાં જામનગરવાળાની કબ્જાની પુષ્પરાજ હોટલમાંથી નશાયુકત પીણાની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ-૫૨ કિ. ૭૮૦૦ની તથા સતીષ જીતેન્દ્ર મંગે રહે. ખોડીયાર કોલોની, ત્રણમાળીયા પાસે જામનગરવાળાની કબ્જાની બજરંગ પાન એન્ડ કોલ્ડ્રીંકસ નામની દુકામાંથી નશાયુકત પીણાની અલગ અલગ બ્રાન્ડની બોટલો નંગ ૩૬ કિ. રૂ. ૫૪૦૦ની મળી આવતા કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી.

રિપોર્ટ : ચિરાગ ગજરા, જામનગર.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

image_1674563615.jpg

Admin

Kapil Methwani

9909969099
Right Click Disabled!