કલેશ્વરી ખાતે કલા પ્રતિષ્ઠાન દ્વારા ૧૪ મી રાષ્ટ્રીય કલા શિબિર સફળતાપૂર્વક સંપન્ન

કલેશ્વરી ખાતે કલા પ્રતિષ્ઠાન દ્વારા ૧૪ મી રાષ્ટ્રીય કલા શિબિર સફળતાપૂર્વક સંપન્ન
Spread the love

મહીસાગર જિલ્લાના કલેશ્વરી ખાતે પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના સહયોગથી કલા પ્રતિષ્ઠાન દ્વારા ૧૪ મી રાષ્ટ્રીય કલા શિબિર સફળતાપૂર્વક સંપન્ન

મહીસાગર જિલ્લાના કલાધામ કલેશ્વરી ખાતે પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના સહયોગથી કલા પ્રતિષ્ઠાન દ્વારા કલા શિબિરનો સમાપન સમારોહ શિક્ષણ મંત્રીશ્રી કુબેરભાઈ ડીંડોર, જિલ્લા પંચાયત પ્રમુખશ્રી રમીલાબેન ડામોર, પદ્મશ્રી સાહિત્યકાર ડૉ. પ્રવીણ દરજી સહિત મહાનુભાવોની ઉપસ્થિતિમાં યોજાયો. ત્રણ દિવસની કલાશિબિરમાં ખ્યાતનામ ચિત્રકારોએ ૨૧૭ કલાકૃતિઓનું સર્જન કર્યું છે, તે નિહાળી મહાનુભાવોએ સંસ્કૃતિ સંવર્ધનના ઉમદા કાર્ય માટે કલાપ્રતિષ્ઠાનના અધ્યક્ષ રમણીકભાઈ ઝાપડિયા, 14 મી કલાશિબિરના સંયોજક ચિત્રકાર નટુ ટંડેલ ,સહસંયોજક ચિત્રકાર ભાવેશ પટેલ, ચિત્રકાર અજીત ભંડેરી, ચિત્રકાર દિપક મહેતા, ચિત્રકાર સુધા ધેવરીયા, સાથે ચિત્રકાર બીપીન પટેલ અને અશ્વિન પંડ્યા સહીત સમગ્ર ટીમ અને કલાસર્જકોની પ્રસંશા કરતાં મહત્વપૂર્ણ યોગદાન બદલ સૌ ચિત્રકારોને અભિનંદન સહ શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા. ત્રણ દિવસની આ કલાશિબિર દરમિયાન પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગના નિયામકશ્રી પંકજ શર્મા, જિલ્લા કલેકટરશ્રી ભાવિન પંડયા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી કે. ડી. લાખાણી, જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી આર. પી. બારોટ, નાયબ વનસંરક્ષકશ્રી એન. વી. ચૌધરી સહિતના ઉચ્ચઅધિકારીઓ અને કલારસિકોએ ચિત્રકારોને જીવંત કલાસર્જન કરતાં નિહાળ્યા હતા અને પ્રોત્સાહિત કર્યા 14 મી રાષ્ટ્રીય કલા શિબિરના સમાપન સમારો પ્રસંગે ગુજરાત રાજ્યના કેબિનેટ શિક્ષણ મંત્રીશ્રી કુબેર ડીંડોર સાહેબે દરેક કલાકૃતિઓનું પ્રત્યક્ષ નિદર્શન કરીને આવનારી પેઢી માટેના આ દસ્તાવેજીકરણને ખૂબજ ઉપયોગી ગણાવીને સાચા અર્થમાં ધરોહરના માનસ સંતાનો ગણાવીને અભિનંદન પાઠવ્યા હતા. આ પ્રસંગે ગુજરાતના સુપ્રસિદ્ધ સાહિત્ય સર્જક અને પદ્મશ્રીથી સન્માનિત ડો .પ્રવીણ દરજી સાહેબે દરેક કલાકારોને સ્થળ ઉપર કામ કરતા જોઈને ભાવિવભોર બની ગયા હતા અને પોતાના કાર્યકાળ દરમિયાન આ પ્રકારના કાર્યને પ્રથમ વખત નિહાળીને ધન્યતા અનુભવી હતી.. “કલશરી” અને “કલાશ્રીનો” મહાત્મય સમજાવીને આ પવિત્ર ભૂમિને વંદનીય ગણાવીને સર્વ કલાકારોને સાચા અર્થમાં કળા સાધકો ગણાવીને વ્યવસ્થાપક કમિટી અને સંકલન સમિતિના સભ્યોને ખેસ પહેરાવીને અભિનંદન પાઠવ્યા હતા.પુરાતત્વીય સ્થળ કલેશ્વરી ખાતે ચિત્રકારોએ એકાગ્રતા અને ખંત સાથે સર્જેલી ઉત્કૃષ્ઠ કલાકૃતિઓ અવિસ્મરણીય સંભારણા સાથે અમૂલ્ય દસ્તાવેજીકરણ કરી રજૂ કરવાના સંકલ્પ સાથે કલાપ્રતિષ્ઠાનના અધ્યક્ષશ્રી રમણીકભાઈએ સૌનો આભાર વ્યકત કર્યો હતો. બાકોર પોલીસ સ્ટેશનના પી.એસ.આઇ. શ્રી પ્રવીણ મકવાણા સાહેબે શ્રીફળ વધેરીને સંપૂર્ણ કલાશિબિરનું કલાકર્મ માતા કલેશ્વરીને અર્પણ કર્યું હતું થોડા સમય પહેલા આપણી વચ્ચેથી વિદાય લીધેલા આંતરરાષ્ટ્રીય આર્કિટેક શ્રીદોશી સાહેબ અને ભાવનગરના ચિત્રકાર ભરતભાઈ શિયાળના આત્માની શાંતિ માટે બે મિનિટનું મૌન પાળીને શાંતિ પ્રાર્થના કરી હતી અને રાષ્ટ્રગાન સાથે સમગ્ર કાર્યક્રમને પૂર્ણતા બક્ષી હતી.. કલાપ્રતિષ્ઠાનનું સુચારુ આયોજન, વહીવટી તંત્ર, વન વિભાગ,પોલીસ વિભાગ, પુરાતત્વ વિભાગનો સહયોગ અને સોળે કલાએ ખીલી ઉઠેલા કલા સર્જકોની સપ્તરંગી કલાના સંમિશ્રણથી સમગ્ર શિબીર સફળ થઈ હતી.

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

IMG-20230130-WA0059.jpg

Natvarlal Bhatia

Natvarlal Bhatia

Right Click Disabled!