ડાંગના નેહરૂ યુવા કેન્દ્ર દ્વારા કારકિર્દી માર્ગદર્શન વર્કશોપનુ આયોજન

નેહરૂ યુવા કેન્દ્ર, ડાંગ દ્વારા ૨૫મી જાન્યુઆરી-૨૦૨૩ના રોજ કોલેજ ઓફ એગ્રીકલ્ચર, વઘઈ ખાતે કારકિર્દી માર્ગદર્શન વર્કશોપનુ આયોજન કરવામા આવ્યુ હતુ. આ વર્કશોપમા સહભાગીઓને વિવિધ ક્ષેત્રોમા ઉપલબ્ધ કારકિર્દીની તકો વિશે માહિતી આપવામા આવી હતી. શ્રી બી.એમ.રાઉતે અધ્યાપન ક્ષેત્રે ઉપલબ્ધ તકો વિશે ચર્ચા કરી, ITI કોલેજના કુ.વિકાબેન પટેલે ઔધોગિક સંસ્થાની તાલીમમા કારકિર્દીની તકો વિશે ચર્ચા કરી, કૃષિ કોલેજના ડો. અજય પટેલે કૃષિ અભ્યાસમા ઉપલબ્ધ તકો વિશે માર્ગદર્શન આપ્યુ હતુ.
સાયન્સ કોલેજ, આહવાના આચાર્ય ડો.અરૂણ ધારિયાએ વિજ્ઞાન ક્ષેત્રે ઉપલબ્ધ તકો વિશે સમજાવ્યું, અને જિલ્લા શિક્ષણાધિકારી શ્રી. વિજય દેશ્મુખે યુવાનોને પરીક્ષાના દબાણનો સામનો કેવી રીતે કરવો તે અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. જિલ્લા યુવા અધિકારી શ્રી અનુપ ઈંગોલેએ રોજિંદી આદતોના વિકાસ વિશે ચર્ચા કરી જે કારકિર્દી ઘટતરમા મદદરૂપ થશે. વર્કશોપમાં ૪૦૦ જેટલા સ્પર્ધકોએ ભાગ લીધો હતો.
(ડાંગ માહિતી બ્યુરો)