સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ આહવામા વસંત પંચમીની ઉજવણી

સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ, આહવા ખાતે સંસ્કૃત વિભાગ અને જ્ઞાનધારાના સંયુક્ત ઉપક્રમે, વસંત પંચમીની ઉજવણી નિમિત્તે સંસ્કૃત ગીત સ્પર્ધા, અને શ્લોકગાન સ્પર્ધાનુ આયોજન કરવામા આવ્યુ હતુ. સ્પર્ધાના નિર્ણાયક તરીકે પ્રાધ્યાપકો સર્વશ્રી કેશુભાઈ ભાભોર, તેજસભાઈ વાધેલા, ભગિનાબેન પટેલ, વિલાસિની પટેલે સેવા આપી હતી.
અતિથિ તરીકે પધારેલા બ્રહ્મકુમારી ઇના દીદીએ વસંત પંચમીના કાર્યક્રમમા વિદ્યાર્થીઓને સરસ્વતી માતાનો મહિમા અને સ્વરૂપની સુંદર માહિતી આપી હતી. કોલેજ આચાર્યશ્રી ડૉ. ઉત્તમભાઈ કે. ગાંગુર્ડે દ્વારા વિદ્યાર્થીઓને વસંત પંચમી વિષે માહિતી આપી, અને સ્વરચિત સંસ્કૃત ગીતનુ ગાન કરીને વિદ્યાર્થીઓને આનંદિત કર્યા, અને વસંત પંચમીના મહત્વને સમજાવ્યુ હતુ. કાર્યક્રમનુ સંચાલન પ્રા. ડૉ. મુકેશભાઈ ઠાકોર દ્વારા કરવામા આવ્યુ હતુ.
(ડાંગ માહિતી બ્યુરો)