જામનગર શહેરમાં ચા ના વિક્ર્તાઓએ પ્લાસ્ટિક તેમજ કાગળની ચાની પ્યાલી વાપરવા પર પ્રતિબંધ

જામનગર શહેરમાં ચા ના વિક્ર્તાઓએ પ્લાસ્ટિક તેમજ કાગળની ચાની પ્યાલી વાપરવા પર પ્રતિબંધ
Spread the love

જામનગર શહેરમાં ચા ના વિક્ર્તાઓએ પ્લાસ્ટિક તેમજ કાગળની ચાની પ્યાલી વાપરવા પર પ્રતિબંધ

જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરમાં આવેલી તમામ ચા ની હોટલોના સંચાલકોને ત્રણ દિવસનું અલ્ટીમેટમ અપાયું છે અને પ્લાસ્ટિક તેમજ કાગળની ચા ની પ્યાલીનો ઉપયોગ સદંતર બંધ કરવા આદેશ અપાયો છે. સાથો સાથ હોટલની બહાર ડસ્ટબિન રાખવા અને કાચ કે સ્ટીલના ગ્લાસમાં ચા નું વિતરણ કરવાની તાકીદ કરાઇ છે.

જામનગર શહેરમાં ચાની લારી અને પાનની દુકાન-લારીના ગલ્લા પર ગંદકીનું પ્રદૂષણ થતું હોવાથી મહાનગરપાલિકા દ્વારા શહેરની તમામ ચા ની હોટલના સંચાલકોને પ્લાસ્ટિક તેમજ કાગળની ચા ની પ્યાલીના ઉપયોગ પર પ્રતિબંધ ફરમાવ્યો છે, અને તેના માટેનું ત્રણ દિવસનું અલ્ટીમેટ અપાયું છે.

તમામ હોટલના સંચાલકો દ્વારા હાલમાં પ્લાસ્ટિકના બદલે કાગળની ચાની પ્યાલી માં ચા પીરસવામાં આવે છે, અને કાગળની પ્યાલીઓ માર્ગ પર ઉડતી હોવાથી ગંદકી અને કચરો યથાવત રહે છે, જેથી કાગળની પ્યાલી પર પણ પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યો છે. સાથોસાથ હોટલની બહાર ડસ્ટબીન ફરજિયાત રાખવા માટેની પણ તાકીદ કરવામાં આવી છે.

ત્રણ દિવસ પછી જામનગર મહાનગરપાલિકાની જુદી જુદી ટુકડીઓ શહેરની ચાની દુકાનો, લારી, ગલ્લા પર ચેકિંગ હાથ ધરશે અને પ્લાસ્ટિક અથવા કાગળની પ્યાલીનો ઉપયોગ જોવા મળશે તો, તેઓ સામે દંડકીય તેમજ સીલીંગની કાર્યવાહી કરવામાં આવશે.

ઉપરાંત દુકાનની બહાર ગંદકી-કચરો હશે તો પણ તેઓ સામે કાર્યવાહી કરાશે. જેથી ચા ની હોટલના ધંધાર્થીઓ પાનના ગલાના સંચાલકો વગેરેએ તેની કડક અમલવારી કરવા માટેની તાકીદ કરવામાં આવી છે.

રિપોર્ટ : કપિલ મેઠવાણી,જામનગર.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!