જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ
Spread the love

જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઇ

અમરેલ જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિનેશ ગુરવના અધ્યક્ષસ્થાને રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સમીક્ષા બેઠક યોજાઈ હતી. જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગુરવે જિલ્લાકક્ષાની ટોબેકો કંટ્રોલ સ્ટીયરીંગ કમિટીની બેઠકમાં આરોગ્ય શાખાના અધિકારીશ્રીઓ સાથે તમાકુ નિયંત્રણ અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી. રાજ્ય સરકારના નવા પરિપત્ર મુજબ તમાકુ બનાવટ વિક્રેતા તમાકુ સિવાયની અન્ય ચીજવસ્તુઓનું વેચાણ ન કરી શકે તે બાબતે પણ વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. આ પરિપત્રની અમલવારીને લઈ જિલ્લામાં કામગીરી બાબતે કચાશ ના રહે તે મુદ્દે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ વિવિધ સૂચનો કર્યા હતા. ઓડીયો-વીડિયોનાં માધ્યમથી વ્યસનમુક્તિ અંગે બાળકો ઉપરાંત લોકોમાં જાગૃત્તિ ફેલાય તે અન્વયે જિલ્લા તમાકુ નિયંત્રણ સેલ-અમરેલી દ્વારા શરુ કરવામાં આવેલ યુ-ટ્યુબ ચેનલ ‘ડી.ટી.સી.સી. અમરેલી’ વધુમાં વધુ લોકો જોવે અને જનજાગૃત્તિ ફેલાય તે માટે તમામ કચેરીઓને સૂચના આપવામાં આવી હતી. તમાકુ નિયંત્રણ ધારાના ભંગ બદલ જુલાઈ-૨૦૨૨થી ડિસેમ્બર-૨૦૨૨ સુધીમાં વિવિધ કલમો અંતર્ગત નગરપાલિકા વિસ્તારમાં ૯૭ કેસ દાખલ થયા છે, જેમાં રુ.૩,૩૨૫ દંડની વસૂલાત કરવામાં આવી છે. આ ઉપરાંત જિલ્લા સ્કવોડ, આરોગ્ય, પોલીસ, શિક્ષણ, વાહનવ્યવહાર, ખોરાક અને ઔષધ અને નગરપાલિકાઓ દ્વારા કુલ મળીને ૩૦૦ થી વધુ કેસ દાખલ કરવામાં આવતા રુ.૩૯,૮૧૫નો દંડ વસૂલવામાં આવ્યો છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

LOKARPAN-@-Official-✍🏻-20230203_192455.jpg

Rasik Vegada

Rasik Vegada

Right Click Disabled!