આરેણા મુકામે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ યોજાઈ.

આરેણા મુકામે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ યોજાઈ.
Spread the love

આરેણા મુકામે પ્રાકૃતિક ખેતી વિષયક તાલીમ યોજાઈ.

આજ રોજ તા.03.02.2023,શુક્રવારના રોજ HDFC બેંક ના નાણાકીય સહયોગ થી અંબુજા સીમેન્ટ દ્વારા ચાલતા કલાઈમેટ સ્માર્ટ એગ્રીકલચર પ્રોજેક્ટ અંતર્ગત આરેણા મુકામે સંજયભાઈ સોલંકીની વાડીયે પ્રાકૃતિક ખેતી વિશે ની તાલીમ નું આયોજન કરવામાં આવ્યું હતું,
જેમાં અંબુજા સીમેન્ટ ફાઉન્ડેશન વતી નયનભાઈ બારડ (B. Sc. M. Sc. Agri ) તથા સાજીદ ભાટા દ્વારા ઘન જીવામૃત અને આચ્છાદાનની ખેડૂતોને પ્રાકૃતિક ખેતી વિશે માહિતી આપવામાં આવી હતી.
આ તકે શિવમ્ ચક્ષુદાન-આરેણાના સંચાલકશ્રી તેમજ પ્રાકૃતિક ખેતીમાં રસ ધરાવતા ખેડુતભાઈઓ ઉપસ્થિત રહી આ તાલીમ અંગે માહિતી લીધી હતી.
હાલના સમયમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના કારણે જમીનની ફળદ્રુપતા દિન પ્રતિદીન ઘટતી જાય છે અને જંતુનાશક દવાઓ અને રાસાયણિક ખાતરોના દિવસે ને દિવસે વધતા ભાવ થકી ખેતી ખર્ચાળ બની છે અને ઉત્પાદનમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.સાથે સાથે રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓથી થતા ઉત્પાદનથી દિન પ્રતિદિન રોગો પણ વધતા જાય છે આ માટે આપણે ફરીથી આપણા પૂર્વજો દ્વારા કરવામાં આવતી ઓર્ગેનિક ખેતી તરફ પાછા વળવું પડશે.આ માટે અંબુજા જેવી અનેક સંસ્થાઓ ઓર્ગેનિક ખેતી કરવા માટે ખેડૂતભાઈઓને સાથ અને સહકાર આપી રહી છે તેમના માર્ગદર્શન થકી ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળી અને રંગ રસાયણોથી બંજર બનતી જતી આ ધરતીને ફરી ચેતનવંતી બનાવે તેવી અપેક્ષા છે. પ્રકૃતિએ આપેલુ આપણે પ્રકૃતિને પાછું આપીએ તે સુત્રને અહિં સાર્થક કરવું રહ્યું.પ્રકૃતિ છે તો જ મનુષ્યનું જીવન સુખમય છે.આજે ખેતીમાં રાસાયણિક ખાતરો અને જંતુનાશક દવાઓના બદલે પ્રકૃતિમાંથી મળતી ઔષધિય વનસ્પતિઓ,અળસિયાં તેમજ પૃથ્વિ પરની કામધેનું એવી આપણી ગાયમાતાના ગોબર અને ગૌમુત્રનો ખેતીમાં ઉપયોગ કરી અને ઉત્પાદન કરવામાં આવે તો તેનાથી આવનારા સમયમાં ઘણા બધા ફાયદા થઈ શકે.અને ઓછા ખર્ચે વધુ ઉત્પાદન લઈ શકાય.છેલ્લા બે ત્રણ વર્ષથી માર્કેટમાં પણ ઓર્ગેનિક વસ્તુની રોજ બરોજ માંગ વધતી જાય છે.આથી કુદરતે પૃથ્વિ પરના દરેક સજીવના પેટની આંતરડી ઠારવાની જવાબદારી જગતના તાત ખેડુતના શિરે સોંપી છે ત્યારે સૌ ખેડુતભાઈ પ્રાકૃતિક ખેતી અપનાવી શુધ્ધ અને સાત્વિક વસ્તુના ઉત્પાદનકર્તા બને તેવા શુભ આશય સાથે……

🙏જય કિશાન
🙏જય ગૌમાતા
🙏જય ધરતીમાતા

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!