જંગલી રમી તેના નવા કેમ્પેઇન ‘રમી બોલે તો જંગલી રમી’નું અનાવરણ કરે છે

જંગલી રમી તેના નવા કેમ્પેઇન ‘રમી બોલે તો જંગલી રમી’નું અનાવરણ કરે છે
Spread the love

જંગલી ગેમ્સ, ભારતની સૌથી મોટી ઓનલાઈન સ્કિલ-ગેમિંગ કંપનીઓમાંની એક, પ્રખ્યાત અભિનેતા અજય દેવગણને તેના ઓનલાઈન રમી પ્લેટફોર્મ જંગલી રમીના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે જોડે છે. એસોસિએશનની ઘોષણા કરીને, બ્રાન્ડે ટીવી, ડિજિટલ મીડિયા, ઓટીટી અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ‘રમી બોલે તો જંગલી રમી’ નામનું નેશનલ કેમ્પેઇન શરૂ કર્યું છે.

એસોસિએશન વિશે વાત કરતાં, જંગલી ગેમ્સના માર્કેટિંગના વાઇસ પ્રેસિડેન્ટ ભરત ભાટિયાએ જણાવ્યું હતું કે, “અમે ભારતના સૌથી જાણીતા અને સૌથી વધુ પ્રિય ચહેરા શ્રી અજય દેવગણ સાથે આ કેમ્પેઇન શરૂ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ. તેમના ક્ષેત્રમાં અનુભવ અને કુશળતાના ભંડાર સાથે, તે પુષ્કળ વિશ્વાસ અને વિશ્વસનીયતા લાવે છે, જેમ કે જંગલી રમી ઑનલાઇન રમીમાં તેના સમૃદ્ધ અનુભવ સાથે કરે છે. અજય દેવગણની તેમના ક્રાફ્ટમાં નિપુણતા અને તેમની સમગ્ર ભારતમાં ઓળખ તેમને ભારતના સૌથી વિશ્વસનીય રમી પ્લેટફોર્મ  જંગલી રમીની સ્થિતિને વધુ મજબૂત કરવા માટે સંપૂર્ણ બ્રાન્ડ એમ્બેસેડર બનાવે છે. વધુમાં, તે મનોરંજન મૂલ્યનું ઉદાહરણ આપે છે જે અમે અમારા પ્લેટફોર્મ દ્વારા અમારા ખેલાડીઓને પ્રદાન કરવાનો પ્રયાસ કરીએ છીએ. અમને વિશ્વાસ છે કે તે વધુ વિશ્વાસ સાથે અમારા લક્ષ્ય પ્રેક્ષકોને વિશ્વાસ અને સલામતીનો સંદેશ પહોંચાડવામાં મદદ કરશે અને વ્યાપક અસર ઊભી કરશે.”

કેમ્પેઇન ‘રમ્મી બોલે તો જંગલી રમી’ વિશ્વાસ અને પ્લેયરની સુરક્ષા માટે કંપનીની પ્રતિબદ્ધતા દર્શાવે છે અને બતાવે છે કે કેવી રીતે અજય દેવગણ અગ્રણી રમી પ્લેટફોર્મ દ્વારા તમામ ખેલાડીઓ માટે શ્રેષ્ઠ અને સલામત રમી અનુભવ સુનિશ્ચિત કરવા માટે લેવાયેલા પગલાં પર તેની મંજૂરીની મહોર લગાવે છે. પ્રથમ હાઇ-ડેસિબલ કોમર્શિયલ ટીવી, ડિજિટલ મીડિયા, રેડિયો, મ્યુઝિક-સ્ટ્રીમિંગ પ્લેટફોર્મ, ઓટીટી અને સિનેમા જેવા પ્લેટફોર્મ પર 17મી ફેબ્રુઆરી 2023ના રોજ બહુવિધ ભાષાઓમાં લાઇવ થયું હતું.

લોકપ્રિય બ્રાન્ડ સાથેના તેમના જોડાણ વિશે બોલતા, અજય દેવગણે કહ્યું, “હું જંગલી રમી, ભારતની સૌથી વિશ્વસનીય રમી સાઇટ સાથે સંકળાયેલા હોવાનો અને તેમના કેમ્પેઇન ‘રમી બોલે તો જંગલી રમી’નો ભાગ બનવાનો આનંદ અનુભવું છું. જંગલી રમી એક દાયકા કરતાં વધુ સમયથી ઑનલાઇન રમી ઇન્ડસ્ટ્રીમાં છે અને તે તેના પ્લેયર-ફર્સ્ટ અભિગમ સાથે આગળ વધી રહી છે. તેની સ્થાપિત કુશળતા, અત્યાધુનિક ગેમિંગ ટેક્નોલોજી અને મજબૂત સુરક્ષા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સાથે, પ્લેટફોર્મ રમતને આગલા સ્તર પર લઈ ગયું છે અને 6 કરોડથી વધુ વાસ્તવિક ખેલાડીઓ એપ પર રમે છે.”

રમી સદીઓથી ભારતીયો માટે મનોરંજનનું સાધન રહ્યું છે. ભારતમાં ઓનલાઈન સ્કિલ  ગેમિંગની વધતી જતી લોકપ્રિયતા સાથે, સ્કિલની આ લોકપ્રિય રમત નવીન વિશેષતાઓ અને નવા ગેમ મોડ્સની રજૂઆત દ્વારા પ્રચંડ વૃદ્ધિની સાક્ષી બની રહી છે. આ રમત હવે વધુ સુલભ, વધુ સુરક્ષિત અને વધુ સ્પર્ધાત્મક બની છે, જે તેને દેશના કાર્ડ ગેમ લવર્સ માટે એટ્રેક્ટિવ પ્રપોર્શન બનાવે છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!