વડોદરા જિલ્લાના ખેડૂતો તુવેર, ચણા અને રાયડાનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરી શકશે

વડોદરા જિલ્લાના ખેડૂતો તુવેર, ચણા અને રાયડાનો પાક લઘુતમ ટેકાના ભાવે વેચાણ કરી શકશે
Spread the love
  • ખેડૂતોએ તા.૨૮ ફેબ્રુઆરી સુધીમાં ઓન લાઈન નોંધણી કરાવી લેવી
  • વડોદરા જિલ્લામાં ખરીફ ઋતુમાં તુવેરના પાકનું  ૧૮,૬૪૪  હેક્ટરમાં વાવેતર

ખરીફ-રવિ ૨૦૨૨-૨૩ માં તુવેર પાકના ટેકાના ભાવે ખરીદી માટે રાજય સરકાર દ્રારા ઈન્ડીએગ્રો કન્સોર્ટિયમ પ્રોડ્યુસર કંપની લીમીટેડ (ઈન્ડીએગ્રો) તેમજ ચણા અને રાયડા પાક માટે ગુજરાત રાજય કો-ઓપરેટીવ મારકેટીગ ફેડરેશન લી. ગાંધીનગરની રાજય નોડલ એજન્સી તરીકે નિમણૂક કરવામાં આવી છે. વડોદરા જિલ્લામાં ખરીફ ઋતુમાં તુવેરના પાકનું કુલ ૧૮,૬૪૪  હેક્ટરમાં વાવેતર થયેલ છે. જે તાલુકાવાર જોઈએ તો ડભોઈમાં ૨૬૨૪ હેક્ટર, ડેસરમાં ૧૨૩૮ હેક્ટર, કરજણમાં ૨૯૧૫ હેક્ટર, પાદરામાં ૩૫૫૪ હેક્ટર, સાવલીમાં ૧૫૮૪ હેક્ટર, શિનોરમાં ૧૫૩૬ હેક્ટર, વડોદરા ગ્રામ્યમાં ૩૮૧૧ હેક્ટર અને વાઘોડિયા તાલુકામાં ૧૩૮૨ હેક્ટર વિસ્તારમાં વાવેતર થયું હોવાનું જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ જણાવ્યું છે.

વર્ષ ૨૦૨૨-૨૩ માં તુવેર, ચણા અને રાયડાની લઘુતમ ટેકાના ભાવે ખરીદીના આયોજન માટે તુવેરની રૂપિયા ૬૬૦૦ પ્રતિ ક્વિ. (રૂ.૧૩૨૦ પ્રતિ મણ), ચણા રૂપિયા ૫૩૩૫ પ્રતિ ક્વિ. (રૂ.૧૦૬૭ પ્રતિ મણ), અને રાયડાની રૂપિયા ૫૪૫૦ પ્રતિ ક્વિ. (રૂ.૧૦૯૦ પ્રતિ મણ) નો લઘુતમ ટેકાનો ભાવ જાહેર કરવામાં આવ્યો છે.   વડોદરા જિલ્લાના ખેડૂતોએ વર્ષ ૨૦૨૨-૨૩ માં તુવેર, ચણા અને રાયડાની લઘુતમ ટેકાના ભાવે વેચાણ માટે તા. ૦૧/૦૨/૨૦૨૩ થી તા. ૨૮/૦૨/૨૦૨૩ દરમ્યાન ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે “વિલેજકોમ્પ્યુટરએન્ટરપ્રિન્યોર”VCE મારફતે નાફેડના ઈ-સ્મૃધ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી  કરાવવાની રહેશે.

તુવેર, ચણા અને રાયડાની ખરીદીનો સમયગાળો તા.૧૦/૦૩/૨૦૨૩ થી શરૂ કરી ૯૦ દિવસ (તા.૦૭/૦૬/૨૦૨૩ સુધી) નો રહેશે. જેથી હાલ ખેડૂતો ગ્રામ્ય કક્ષાએ ઈ-ગ્રામ કેન્દ્ર ખાતે “વિલેજકોમ્પ્યુટરએન્ટરપ્રિન્યોર”VCE મારફતે નાફેડના ઈ-સ્મૃધ્ધિ પોર્ટલ પર તા. ૨૮/૦૨/૨૦૨૩ સુધીમાં અરજી કરી શકે છે. જો કોઈ ઈ-ગ્રામ સેન્ટર બંધ હોય તો નજીકના ગામના ઈ-ગ્રામ સેન્ટર ખાતેથી નોંધણી થઈ શકશે. આ અંગે વધુ જાણકારી વિસ્તારના સંબંધિત ગ્રામસેવક તથા વિસ્તરણ અધિકારીનો સંપર્ક કરવાથી મળી રહેશે એમ જિલ્લા ખેતીવાડી અધિકારી નીતિન વસાવાએ ઉમેર્યું હતું.

Admin

Admin

9909969099
Right Click Disabled!