હિંમતનગર રામનવમી તહેવારના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી બંદોબસ્ત ગોઠવાયો

હિંમતનગર રામનવમી તહેવારના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી બંદોબસ્ત ગોઠવાયો
Spread the love

હિંમતનગર રામનવમી તહેવારના અનુસંધાને કાયદો અને વ્યવસ્થા જાળવવા જરૂરી બંદોબસ્ત ગોઠવાયો

રામનવમીના તહેવાર સંદર્ભે જિલ્લામાં અલગ અલગ શહેરો ગામડાઓમાં અલગ અલગ હિંદુ સંગઠનો આયોજકશ્રીઓ અને આગેવાનશ્રીઓ શ્રીરામ ભગવાન ની જન્મ જયંતી નિમિત્તે મોટી સંખ્યામાં શોભાયાત્રાઓનું આયોજન કરે છે. રામનવમીના તહેવાર નિમિત્તે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તા.30 /3 /2023 ના રોજ પોલીસ દ્વારા ચાપતો બંદોબસ્ત ગોઠવી જરૂરી સુવિધાઓ પૂરી પાડવા રજૂઆત કરવામાં આવી છે. જે અનુસંધાને સંબંધિત અધિકારીઓને કામગીરી સોંપવામાં આવી છે. સિવિલ સર્જન જી.એમ.આર.એસ કોલેજ હિંમતનગર ને તબીબી ટીમ પૂરી પાડવાની જવાબદારી, નિયામક શ્રી વિભાગીય એસટી ડિવિઝન મોતીપુરા હિંમતનગર ક્રેઈન ફાળવવા, સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ હિંમતનગર, ઇડર, પ્રાંતિજ, ખેડબ્રહ્માને પોલીસ સ્ટેશનો ખાતે એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ ફાળવવા તેમજ ચીફ ઓફિસર હિંમતનગર ,પ્રાંતિજ ,ઇડર, વડાલી, ખેડબ્રહ્મા નગરપાલિકાઓએ ફાયર ફાઈટર તથા ઢોર પકડવાની ટીમ ફાળવવા અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ સાબરકાંઠા હિંમતનગર દ્વારા સૂચના આપવામાં આવેલ છે.

રિપોર્ટ ધીરુભાઈ ખેડબ્રહ્મા

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!