જૂનાગઢ જિલ્લા સાયબર સેલે વેપારીએ બેંક ફોડમાં ગુમાવેલા રૂા.૪૮,૦૦૦ પરત અપાવ્યા

જૂનાગઢ જિલ્લા સાયબર સેલે વેપારીએ બેંક ફોડમાં ગુમાવેલા રૂા.૪૮,૦૦૦ પરત અપાવ્યા
Spread the love

જૂનાગઢ જિલ્લા સાયબર સેલે વેપારીએ બેંક ફોડમાં ગુમાવેલા રૂા.૪૮,૦૦૦ પરત અપાવ્યા

અજાણ્યા ફોન કોલ પર ભરોષો મુકી ઓનલાઇન નાણાંકીય વ્યવહાર ન કરવો હિતાવહ

 

જૂનાગઢ : એક ગઠિયાએ બેગ ખરીદવા માટે ટ્રાયલના ભાગરૂપે જૂનાગઢના બેગના વેપારીનાં બેંક ખાતામાં ૧ રૂપિયો જમા કર્યો. પણ બન્યું એવું કે, વેપારીના જ બેંક ખાતામાંથી તબક્કાવાર રૂા.૪૮,૦૦૦ ઉપડી ગયા. ત્યારે આ વેપારીને ખ્યાલ આવી ગયો કે, આ બેંક ફોડ છે. જેથી ત્વરીત જૂનાગઢ જિલ્લા સાયબર સેલનો સંપર્ક કર્યો અને સાયબર સેલના સઘન પ્રયાસો ત્વરિત ટેક્નિકલ સહિતની કાર્યવાહી હાથ ધરી બેગના વેપારીને પોતાના પૈસા પરત અપાવ્યા હતા.

જૂનાગઢ તળાવ દરવાજા ખાતે રહેતા મુકેશભાઈ વસંતભાઈ ભાયાણી પોતે થેલા તથા બેગના વેપારી હોય અને પોતાને પોસ્ટ ઓફિસ રોડ પર જલારામ બેગ નામની દુકાન આવેલી હોય જેના મોબાઈલ ફોન નંબર પર એક અજાણ્યા નંબર પરથી ફોન આવેલ જેમાં કોઈ વ્યક્તિ હિન્દી ભાષામાં વાત કરી હતી. અને જણાવેલ કે, પોતે જૂનાગઢ આર્મી કેમ્પમાંથી બોલે છે અને પોતાને ટ્રોલી બેગ લેવાની હોય અને કુલ 30 નંગની જરૂરિયાત હોય જેથી ભાવ નક્કી કરી રૂા.૫૬૦૦૦માં લેવાનું નક્કી કર્યું હતું. જેના પેમેન્ટ પેટે પોતે અડધું પેમેન્ટ ઓનલાઈન કરશે તેમ જણાવતા મુકેશભાઇ પેટીએમ એપ્લિકેશન ઉપયોગ કરતા હોય જેથી સામેવાળાએ પોતાનો ક્યુઆર કોડ મોકલેલ જેથી સામેવાળાએ મુકેશભાઈના ખાતામાં પ્રથમ એક રૂપિયા ટ્રાન્સફર કરી આપેલ જેથી મુકેશભાઇ વિશ્વાસમાં આવી ગયા હતા. ત્યારબાદ સામેવાળાએ રૂા.૧૯,૯૯૯ નો મેસેજ મોકલે અને પે બટન પર ક્લિક કરવાનું કહેતા પૈસા સામેવાળા સાઈબર ગઠિયાના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયા હતા. જેથી મુકેશભાઈએ તે પૈસા પાછા મોકલવા જણાવતા ફરી થી રૂા.૧૯,૯૯૯માં મેસેજ મોકલેલ ફરીથી સામેવાળાના ખાતામાં પૈસા ટ્રાન્સફર થઈ ગયા હતા. ત્યારબાદ ફરીથી રૂા.૮૦૦૦ આવી રીતે ટ્રાન્સફર થઈ જતા રૂા.૪૮,૦૦૦ના ફ્રોડ થયેલ હોય જેથી અરજદાર વેપારી મુકેશભાઈ ગઠીયાની જાળમાં ફસાઈ જતા તેઓએ તાત્કાલિક સાયબર સેલના દીપકભાઈ જાનીનો સંપર્ક કરી ક્રાઈમ હેલ્પલાઇન નંબર ૧૯૩૦ પર ફરિયાદ કરેલ ત્યારબાદ જૂનાગઢ જિલ્લા સાયબર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવેલ અને બેંક તેમજ સંલગ્ન પેમેન્ટ ગેટ-વે એજન્સીઓ સાથે સતત સંકલનમાં રહી ફ્રોડસ્ટર કરવામાં આવેલ રકમ અન્ય જગ્યાએ ઉપયોગ ન થાય અને અરજદારને તે રકમ રિફંડ થાય તે માટે એજન્સીઓ સાથે સતત સંપર્કમાં રહી જરૂરી પત્ર વ્યવહાર કરી મુકેશભાઇએ ગુમાવેલ તમામ રૂા.૪૮,૦૦૦ રિફંડ અપાવ્યા હતા.

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!