વિજયનગર ખાતે પર્યટન પર્વ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ

વિજયનગર ખાતે પર્યટન પર્વ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ
Spread the love

આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારના રમત ગમતયુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠાના સંયુક્ત ઉપક્રમે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી ધીરજભાઈ પટેલની ઉપસ્થિતિમાં પર્યટન પર્વ અંતર્ગત સાંસ્કૃતિક કાર્યક્રમ શારણેશ્વર મહાદેવ મંદિરઆભાપુરવિજયનગર ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખશ્રીએ જણાવ્યું હતું કે  વિજયનગરનું પોળોએ પ્રવાસન માટેનું સ્થાન બની ગયું છે. અહીંનું શારણેશ્વર મંદિર પુરાતન સંસ્કૃતિનો અનુભવ કરાવે છે. વૈદિક સંસ્કૃતિને સાચવાવાની જવાબદારી આપના સૌની છે.

આપની સંસ્કૃતિને જાળવવાઉજાગર કરી આગળ લાવવા માટે આવા સાંકૃતિક કાર્યક્રમ ખુબ મહત્વનો ભાગ ભજવે છે. ચોમાસાની ઋતુમાં દેશભરમાંથી પોળો જંગલના જૈન દેરાસરો અને લીલીછમ વનરાજીને જોવા અને માણવા સૌ કોઈ આવે છે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે સરકાર દ્વારા પોળોની જેમ વધુને વધુ પ્રવાસન વસે અને રોજગારી વધે તે માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગત વખતે પોળોની ટેન્ટસીટીમાં કાર્યક્રમ વખતે પોળોની વન પેદાશો રાજ્ય સ્તર સુધી પહોંચે તે માટે એમોયુ કરવામાં આવ્યા હતા. જેમાં આ વિસ્તારની મહત્વની વન પેદાશ એવા કેસુડાના ફુલનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. પોળો પ્રવાસન તરીકે વિક્સવાથી અહીંના લોકોને કેસુડોટીમરું અને મકાઈના ડોડામાંથી રોજગારી મળી રહી છે.

આ સાંસ્કૃતિક કાર્યક્રમમાં બાળ કલાકારો દ્વારા ગરબોશિવતાંડવઃ જેવા પ્રોગામો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. ઉપરાંત લોક ગાયિકાં અને કલા વૃંદ કાજલ મહેરિયા અને નીતિન બારોટ દ્વારા ગરબાની રમઝટ બોલાવામાં આવી હતી. જેની કલા રસિકો દ્વારા ભરપૂર મોજ માણી હતી. આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત પ્રમુખશ્રી દિપકભાઈ નિનામા,જિલ્લા કલેક્ટરશ્રી હિતેષ કોયાજિલ્લા પંચાયત સદસ્યશ્રી લીનાબેન પટેલ,તાલુકા પંચાયત ઉપપ્રમુખશ્રી બબુબેન રબારી, , વિજયનગર મામલતદારશ્રીખેડબ્રહ્મા પ્રાંત અધિકારીશ્રી શાહાજિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતિ આશાબેન પટેલતાલુકા વિકાસ અધિકરીશ્રી  તથા મોટી સંખ્યામાં કલા રસિકો ઉપસ્થિત રહ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!