ગુજકેટના પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપતા કલેક્ટર શ્રી કે.એલ.બચાણી

Spread the love

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા આગામી એપ્રિલ-3, ૨૦૨૩ના રોજ ગુજકેટ પરીક્ષા લેવાનાર છે. ત્ચારે ખેડા જિલ્લા કલેક્ટરશ્રી કે.એલ.બચાણીની અધ્યક્ષતામાં ગુજકેટ પરીક્ષાના સુચારૂ આયોજન અંગે કલેક્ટર કચેરી, નડિયાદ ખાતે બેઠક યોજાઇ હતી. જિલ્લા કલેક્ટરશ્રીએ ગુજકેટ પરીક્ષાર્થીઓને શુભેચ્છા આપી હતી અને પરીક્ષાને લઈને આગોતરી તૈયારીઓ અને વ્યવસ્થાઓ અંગે જરૂરી માર્ગદર્શન આપ્યુ હતુ. આ બેઠકમાં પરીક્ષા સંદર્ભે તૈયારીની રૂપરેખા, કેન્દ્રની સંખ્યા, બ્લોક વ્યવસ્થા, લાઇટની વ્યવસ્થા, એસ.ટી બસોની વ્યવસ્થા, તમામ સ્થળો ઉપર સી.સી.ટી.વી કેમેરાની ચકાસણી, વગેરે બાબતોની ચર્ચા કરવામાં આવી હતી.

નડિયાદની સેન્ટ મેરી હાઇસ્કુલ યુનિટ-૦૧, સેન્ટ મેરી હાઇસ્કુલ યુનિટ-૦૨, સંતરામ ગર્લ્સ હાઇસ્કુલ, જવાહર વિદ્યામંદિર, સંત અન્ના હાઈસ્કૂલ યુનિટ-0૧, સંત અન્ના હાઈસ્કુલ યુનિટ-૦૨, ન્યૂ ઇંગલિશ સ્કૂલ યુનિટ-૦૧, ન્યૂ ઇંગલિશ સ્કૂલ યુનિટ-૦૨, જીવન વિકાસ એજ્યુકેશન એકેડમી, બાસુંદીવાલા પબ્લિક હાઈસ્કૂલ અને સીએમ પટેલ હાઇસ્કુલ સહિત કુલ ૧૧ પરીક્ષાકેન્દ્રોના ૧૨૬ બ્લોક ખાતે જિલ્લામાંથી કુલ ૨૫૦૦ વિદ્યાર્થીઓ ગુજકેટની પરીક્ષા આપશે. ગુજકેટની પરીક્ષા સવારે ૯.૦૦ કલાકે થી સાંજે ૪.૦૦ કલાક સુધી યોજાશે. કુલ વિદ્યાર્થી પૈકી ગુજરાતી માધ્યમમાં ૧૬૬૩ અને અંગ્રેજી માધ્યમમાં ૮૩૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

જેમાં “એ” ગ્રુપમાં ૮૬૪, “બી” ગ્રુપમાં ૧૬૨૫ અને “એબી” ગ્રુપમાં ૧૧ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. પરીક્ષા સેશન ૧માં સવારે ૧૦ થી ૧૨:૦૫ સમય દરમિયાન ફિઝિકલ કેમેસ્ટ્રી, સેશન ૨માં બપોરે ૧ થી ૨:૦૫ સમય દરમિયાન બાયોલોજી અને સેશન 3માં ૩ થી ૦૪:૦૫ સમય દરમિયાન મેથેમેટીક્સના વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. ગુજકેટ પરીક્ષા ૨૦૨૩ અંતગર્ત જિલ્લા પરીક્ષા સ્થળો પર ૧૧ ઓબ્ઝર્વર તેમજ ૧૧ સંચાલકોની નિમણુક કરવામાં આવી. આ બેઠકમાં અધિક નિવાસી કલેક્ટરશ્રી, સંબધિત વિભાગના ઉચ્ચ અધિકારીઓ સહિત પરીક્ષા કેન્દ્રોના શાળા સંચાલકો ઉપસ્થિત રહ્યા હતા.

000

Admin

Admin

9909969099
Right Click Disabled!