૩૩મી સિનિયર નેશનલ ફેન્સીગ ચેમ્પિયનશીપમા ગુજરાતને બ્રોન્ઝ મેડલ

૩૩મી સિનિયર નેશનલ ફેન્સીગ ચેમ્પિયનશીપમા ગુજરાતને બ્રોન્ઝ મેડલ
Spread the love

૩૩મી સિનિયર નેશનલ ફેન્સીગ ચેમ્પિયનશીપમા ગુજરાતને બ્રોન્ઝ મેડલ

૩૩મી સિનિયર નેશનલ ફેન્સીગ ચેમ્પિયનશીપ ૨૦૨૨-૨૩ પુના, મહારાષ્ટ્ર ખાતે તા. ૨૪-૨૮ માર્ચ ૨૦૨૩ દરમ્યાન યોજાઇ. જેમા દિવ્યા ઝાલા, શીતલ ચૌધરી, ખુશી સમેજા અને નીશા ચૌધરીએ ગુજરાત માટે ફોઇલ બહેનોની ટીમ ઇવેન્ટમા બ્રોન્ઝ મેડલ જીત્યો છે. ગુજરાતે પ્રિ-ક્વાર્ટર ફાયનલમા રાઉન્ડમા દિલ્હીને ૧૫-૩થી હરાવ્યુ અને ક્વાર્ટર ફાયનલમા તમીલનાડુને ૪૫-૩૨ થી હરાવી સેમીફાયનલમા સ્થાન મેળવ્યુ હતુ. જ્યા મણીપુર સામે ૪૫-૩૫ થી પરાજય થતા બ્રોન્ઝ મેડલથી સંતોષ માનવો પડ્યો હતો. આ ચારેય ખેલાડીઓ રાજ્ય સરકારની સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત સંચાલીત સ્ટેટ એકેડમી સંસ્કારધામ સ્પોર્ટસ એકેડમી ખાતે તાલીમ મેળવી રહ્યા છે.
આ ઉપરાત ગુજરાતની સેબર બહેનોની ટીમ દ્રષ્ટી પટેલ, રીતુ પ્રજાપતી, આશા રાજપુરીયા, પ્રીયંકાકુમારી સઘલંકીએ સાતમુ સ્થાન, ભાઇઓની ફોઇલ ટીમ અમરસિહ ઠાકોર, સચીન પટણી, અજયસિહ ચુડાસમા અને દિવ્યરાજ સિહ ગોહિલે ૬ઠ્ઠુ સ્થાન, સિધ્ધરાજસિહ સરવૈયાએ ઇપી વ્યક્તિગતમા ૬ઠ્ઠુ સ્થાન, તથા ભાઇઓની ઇપી ટીમ સિધ્ધરાજસિહ સરવૈયા, કરણ ભાટ, હર્ષવર્ધનસિહ ઝાલા, જલ્પ પ્રજાપતીએ ૬ઠ્ઠુ સ્થાન, રીતુ ચૌધરીએ ઇપી વ્યક્તિગત ઇવેન્ટમા ૧૦મુ સ્થાન મેળવતા ગુજરાતે ૧ બ્રોન્ઝ મેડલ મેળવવાની સાથે વ્યક્તિગત ઇવેન્ટમા ૨ અને ટીમ ઇવેન્ટમા ૧૬ ખેલાડીઓએ ગોવા ખાતે યોજાનાર આગામી ૩૭મી નેશનલ ગેમ્સ માટે ક્વોલીફાય કર્યુ છે.

વિજેતા અને નેશનલ ગેમ્સ માટે ક્વોલીફાય થનાર ખેલાડીઓને અને તેમના કોચીઝને એમેચ્યોર ફેન્સીગ એસોસીએશન ઓફ ગુજરાત સ્ટેટના પ્રમુખ મુકેશભાઇ ચૌધરી અને મંત્રી ભરતજી ઠાકોરે અભિનંદન પાઠવ્યા છે.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!