ડેસર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે દિવ્યાંગતા પ્રમાણપત્ર અને યુડીઆઇડી કાર્ડ કાઢી આપવામાં આવશે

Spread the love

વડોદરા જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી, વડોદરા અને જમનાબાઇ જનરલ હોસ્પિટલ, વડોદરાના સંયુકત ઉપક્રમે વડોદરા જિલ્લાના ડેસર તાલુકાના જે અસ્થિવિષયક, અંધત્વ, મંદ બુદ્ધિતા વિગેરે જેવા દિવ્યાંગ લાભાર્થીઓએ દિવ્યાંગતા પ્રમાણપત્ર અને યુ.ડી.આઇ.ડી. કાર્ડ મેળવેલ ન હોય તેવા લાભાર્થીઓ માટે તા.૨૫/૦૫/૨૦૨૩ના રોજ સવારના ૧૦-૦૦ કલાક થી સાંજે ૧૫-૦૦ કલાક દરમ્યાન દિવ્યાંગતા પ્રમાણપત્ર અને યુ.ડી.આઇ.ડી. કાર્ડના રજીસ્ટ્રેશન કરવા માટેનું આયોજન સામુહિક આરોગ્ય કેન્દ્ર, ડેસર ખાતે કરવામાં આવેલ છે. લાભાર્થીઓ પાસપોર્ટ સાઇઝના ૨ ફોટોગ્રાફ, સિવિલ સર્જનશ્રીનું વિકલાંગ પ્રમાણપત્ર (જુનુ),આધારકાર્ડની નક્લ, ચુંટણી કાર્ડની નકલ, રેશનકાર્ડની નક્લ અને ઓરિજીનલ ડોક્યુમેન્ટ સહિત ઉપસ્થિત રહેવા જણાવ્યું છે. બહોળી સંખ્યામાં દિવ્યાંગ લાભાર્થીઓએ આ કેમ્પનો લાભ લેવા માટે જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી દ્વારા જણાવાયું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!