ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વારા તપાસ કરાઇ

Spread the love

મહેસાણા : ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણા દ્વરા ઉનાળાની સીઝનને ધ્યાને લઇને  ખાસ કરીને ઠંડક માટે ઉપયોગમાં લેવાતા બરફની ગુણવત્તા અર્થે વિવિધ 04 ટીમો બનાવી તપાસ કરવામાં આવી હતી.જેમાં ફ્રુડ સેફ્ટી ઓફિસર જે.ડી.ઠાકોર,શ્રીમતી એચ.વી.ગુર્જર.શ્રી એસ.કે.પ્રજાપતિ અને શ્રી એસ.બી પટેલ દ્વારા  વિવિધ 07 સ્થળોએ બરફના નમુના લીધા  હતા

 ફ્ડુ સેફ્ટી ઓન વ્હીલસના કેમીસ્ટ દ્વારા મહેસાણામાં 17 સ્થળોએ રીટેઇલર બરફ ગોળા,શેરડી રસ, કેરી રસની દુકાનો પર તપાસ કરવામાં આવેલ છે. ખાસ કરીને બરફ એ શુધ્ધ પાણીમાંથી બનતો હોવો જોઇએ અને તેમાં કોઇ કેમીકલ ઉમેરેલુ ના હોવુ જોઇએ.  જોકે તપાસ દરમિયાન કોઇજ અખાધ્ય ચીજવસ્તુ મળી આવેલ નથી. બરફ બનાવતી ફેક્ટરીઓમાં અને બજારમાં વેચાણ થતા બરફ ગોળાના સ્ટોલ,શેરડી-કેરી રસની લારાં એમ બે સ્તરની ઉત્પાદક અને રીટેલર બજારમાં પણ તપાસ કરવામાં આવી હતી

આ ટીમ દ્વારા બરફ ફેકટરીઓના સાત સ્થળોએ લુઝ બરફના સેમ્પલ લેવામાં આવેલ છે. આ સેમ્પલ ઉમિયા આઇસ ફેકટરી ઊંઝા, દિનેશ આઇસ ફેકટરી ઊંઝા,મહેશ્વર આઇસ પ્લોટ વિજાપુર,પરેશ આઇસ ફેક્ટરી મહેસાણા, મહેસાણા આઇસ એન્ડ કોલ્ડ સ્ટોરેજ હાઇવે મહેસાણા,ક્રાંતિ આઇસ ફેકટરી વિસનગર, ચેતન આઇસ ફેકટરી વિસનગરના સેમ્પલ લેવામાં આવેલ છે તેમ ડેઝીગ્નેટેડ ઓફિસર ખોરાક અને ઔષધ નિયમન તંત્ર મહેસાણાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!