વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિરમાં જોડાવા બાબત

Spread the love

કમિશ્નરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ ગાંધીનગર સંચાલિત અને જીલ્લા યુવા વિકાસ અધિકારીની કચેરી, સાબરકાંઠા દ્વારા આયોજીત તાલુકા કક્ષા વ્યક્તિત્વ વિકાસ અને યોગાસન તાલીમ શિબિર અન્વયે સાબરકાંઠા જિલ્લાના આદિજાતીના ૧૫ થી ૩૫ વર્ષના યુવક-યુવતીઓને વ્યક્તિત્વ વિકાસ, નેતૃત્વ અંગેના ગુણોની ચર્ચા, સામાજીક દૂષણો સામે વિરોધ, રાષ્ટ્રીય એકતા, પંચાયતી માળખા જેવા વિવિધ વિષયોનું જ્ઞાન મળી રહે તેમજ યુવક-યુવતીઓની શક્તિઓને રચનાત્મક માર્ગે વાળવા અંગે તજજ્ઞો દ્વારા વિવિધ સમજ તેમજ માર્ગદર્શન આપવા માટે જૂન માસના ત્રીજા અઠવાડીયામાં ચાર દિવસની શિબિરનું આયોજન કરવાનું છે.

આ શિબિરમાં જોડાવા ઇચ્છુક યુવક-યુવતીઓ પાસે અરજીઓ મંગાવવામાં આવે છે. આ તાલીમ શિબિરમાં ભાગ લેવા માટે નમુના પ્રમાણેની અરજી ફોર્મ મેળવી જીલ્લા રમતગમત અધિકારીની કચેરી, ક્રિષ્ના હોસ્પિટલ કમ્પાઉન્ડ, સબ જેલ રોડ પાસે, તા.હિંમતનગર જિ.સાબરકાંઠાને તા.૧૦ જૂન ૨૦૨૩ સુધી મળી રહે તે રીતે મોકલી આપવાની રહેશે. એમ જિલ્લા યુવા વિકાસ અધિકારી સાબરકાંઠાની એક અખબારી યાદીમાં જણાવાયુ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!