બાગાયત ખાતાના અરજદારોએ તા.૯મી જૂન સુધીમાં ઓનલાઈન કરેલ અરજી જમા કરાવવી

બાગાયત ખાતાના અરજદારોએ તા.૯મી જૂન સુધીમાં ઓનલાઈન કરેલ અરજી જમા કરાવવી
Spread the love

બાગાયત ખાતાના અરજદારોએ તા.૯મી જૂન સુધીમાં ઓનલાઈન કરેલ અરજી જમા કરાવવી

જૂનાગઢ : રાજ્ય સરકારના બાગાયત વિભાગ દ્વારા વિવિધ સહાય યોજનાઓમાં અરજી કરવા માટે તા.૨૨-૪-૨૦૨૩ થી તા.૩૧-૫-૨૦૨૩  દરમિયાન આઈ- ખેડુત પોર્ટલ(www.ikhedut.gujarat.in) ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જૂનાગઢ જિલ્લાના અરજદારોએ કરેલ ઓનલાઈન અરજી સાથે ૮- અ/૭-૧૨ની નકલ, આધાર કાર્ડ, અને બેંક પાસબુકની નકલ અથવા કેન્સલ્ડ ચેક અને અન્ય જરૂરી સાધનીક કાગળો સામેલ રાખી નાયબ બાગાયત નિયામકની કચેરી, લઘુ કૃષિ ભવન, નીલમબાગ, જૂનાગઢ ખાતે રજૂ કરવાની આખરી તા.૦૯-૦૬-૨૦૨૩ રહેશે. સમય મર્યાદા બાદ મળેલ અરજીઓ ધ્યાને લેવામાં આવશે નહીં. તેમ નાયબ બાગાયત નિયામકશ્રી, જૂનાગઢની યાદીમાં જણાવાયું છે.

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!