બ્રહ્મસમાજની 1008 મહિલાઓને વિશ્વનાં ભુદેવ સુધી પ્રસિધ્ધી મળે તેવું અદભુત આયોજન

બ્રહ્મસમાજની 1008 મહિલાઓને વિશ્વનાં ભુદેવ સુધી પ્રસિધ્ધી મળે તેવું અદભુત આયોજન
Spread the love

બ્રહ્મસમાજની 1008 મહિલાઓને વિશ્વનાં ભુદેવ સુધી પ્રસિધ્ધી મળે તેવું અદભુત આયોજન

કુલ ૮ તબક્કામાં મહિલા સન્માનનો કાર્યક્રમ આયોજીત કરી દુર્ગાધામ ૧૦૦૮ મહિલાઓનું સન્માન કરશે… સાથે સાથે અંતમાં આ મહિલાઓની જીવન ઝરમરને શાબ્દિક તૈયાર કરી power of Gorani બુક પ્રકાશિત કરાશે જે બુક બાયર્સ ક્લબ સાથે જોડાયેલ વિશ્વનાં એકલાખ પરિવારનાં ઘર સુધી પહોંચી જશે… ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ નાં રોજ પ્રથમવાર આ ૧૦૦૮ મહિલાઓ મંચ ઊપર એક સાથે જોવા મળશે જે દ્રશ્ય બ્રહ્મસમાજને નવી ઊંચાઈ આપશે..
બ્રહ્મસમાજને એક કરવાનાં આ પ્રયાસને ગ્રીનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં સ્થાન મળે તે માટે પણ પ્રયત્ન કરાશે… નારી સન્માનનો આવો કાર્યક્રમ વિશ્વમા કદાચ પ્રથમવાર થતો હશે તેનું દરેક ભુદેવને ગૌરવ હોવું જોઈએ… 

બાયર્સ ક્લબ ઓફ દુર્ગાધામ વિષે વિસ્તૃત ચર્ચા તા ૧૧ જુનનાં કાર્યક્રમમાં કરવામાં આવશે..
દુર્ગાધામ પણ ડિસેમ્બર 2025 માં સંપુર્ણ તૈયાર થઈ ગયેલ હશે.. એટલે કે સોનામાં સુગંધ…
એક નવા જ બ્રહ્મસમાજની મંગલ શરુઆત…
વિશ્વમાં વસ્તા 15 કરોડ ભુદેવને પેટાજ્ઞાતિવાદ તેમજ પ્રાંતિયવાદથી વિખોટો પડેલો જોઈ દરેક બ્રાહ્મણ દુખી છે ત્યારે દુર્ગાધામનું સતત ૫૦૦ દિવસનું તપ હવે સિધ્ધીનાં દ્વાર ખખડાવી રહ્યુ છે..
૧૧ જુનથી નિર્માણકાર્યની શરુઆત થઈ જશે…
બ્રાહ્મણો જ્યારે પણ કંઈક કરે ત્યારે વિશ્વને માર્ગદર્શન કરી શકે તેનો અજોડ નમુનો એટલે દુર્ગાધામ…
ભારતનું સૌથી મોટુ ડેસ્ટીનેશન વેડીંગ સેન્ટર એટલે દુર્ગાધામ..
ભારતનો સૌથી મોટો રિસોર્ટ એટલે ગોરાણી રિસોર્ટ
વિશ્વમાં એક જ જ્ઞાતિની હોય તેવી સૌથી મોટી વસાહત..
કહેવાય છે ને કે સ્વપ્ન તો મોટા જ હોવા જોઈએ..  અને સ્વપ્ન જ્યારે સાકાર થાય ત્યારે એક નવો જ ઈતિહાસ રચી દે છે.. દુર્ગાધામ કંઈક આવું જ કરવા ઈચ્છે છે..
જ્ઞાતિ માટે પોઝીટીવ હોય તેવા એકલાખ પરિવારને દુર્ગાધામ બાયર્સ ક્લબમાં જોડી કોર્પોરેટ જગતમાં પણ એક નવો જ ઈતિહાસ રચી દેશે…
દુર્ગાધામ ઈચ્છે છે કે ૨૦૨૭ માં બ્રાહ્મણ પૈસાની અછતનાં લીધે ભણી ના શક્યો તે કલંક મટી જાય…
૩૦% દિકરીઓ સમાજની અન્ય સમાજમાં ના જાય તે માટે જાગૃતિ અભીયાન ગામડે ગામડે કરવાનું દુર્ગાધામનું આયોજન છે..
બાયર્સ ક્લબમાં જોડાયેલા એકલાખ પરિવારનાં બાળકોને પરિચયથી પરીણય સુધીનો સહકાર દુર્ગાધામ આપશે.. બાયર્સ ક્લબનાં એકલાખ પરિવારનાં બાળકો વચ્ચે દરવર્ષે યોજાશે બ્રહ્મ ખેલ કુંભ… બાયર્સ ક્લબનાં એકલાખ પરિવારનાં બાળકોને ૧૦૦% ફ્રી યજ્ઞોપવિત ધારણ કરવા દુર્ગાધામમાં નિયમિત વ્યવસ્થા ઊભી કરાશે…
આવો બાયર્સ ક્લબની તમામ વિગત જાણવા તા ૧૧ જુનનાં રોજ ગોરાણી રિસોર્ટ…
૬૮ તિર્થધામ શ્રવણધામ ગૌશાળા જેવી અનેક સુવિધા સાથે બનનાર દુર્ગાધામ બ્રહ્મસમાજની આન બાન શાન સમાન હશે… આપણી પાસે કંઈ નહી હોવાથી આપણે અન્ય સંકુલોથી તેમજ અન્ય સંગઠનોથી પ્રભાવિત છીએ પરંતુ ૨૦૨૭ થી દુનિયા દુર્ગાધામની ફેન બની ચુકી હશે..
કંઈ નહી કરી શકનાર ટીકાકારીનાં કાર્યમાં મશગુલ છે તો બીજી તરફ જ્ઞાતિને વિશ્વમાં સ્થાન અપાવવા ટીમ દુર્ગાધામ સતત પ્રયત્નશિલ છે..
મહાભારતનાં યુધ્ધને યાદ કરજો.. ઓછા પણ સંસ્કારી અને પવિત્ર ભુદેવો દુર્ગાધામ દ્વારા સમાજને નવી ઊંચાઈ તરફ લઈ જશે..
કંઈક બનાવનાર સાથે સજ્જન હંમેશા હોય જ …  જ્યારે તોડનાર સાથે વ્યક્તિઓ નહી પણ ટોળકીઓ જોડાય છે… ટુંક માં સમાજ હવે એક થવા માંગે છે એમાં આપણે સૌ સહયોગી બનીએ તે જ જ્ઞાતિસેવા છે.
મહાદેવ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!