સાબરકાંઠા જિલ્લામાં ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષા તા. 10 થી 14 જૂલાઇએ યોજાશે

Spread the love
  • ૭ હજારથી વધુ વિધાર્થીઓ પૂરક પરીક્ષા આપશે

સાબરકાંઠા જિલ્લા સમાહર્તાશ્રી નૈમેષ દવેની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરી સભાખંડમાં પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. સાબરકાંઠા જિલ્લામા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા ધોરણ – ૧૦ અને ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહ /વિજ્ઞાન પ્રવાહની પૂરક પરીક્ષા- ૨૦૨૩. આગામી તા. ૧૦ થી ૧૪ જૂલાઇ ૨૦૨૩ દરમિયાન સવારે ૧૦:૩૦ થી ૧૪:૦૦ અને બપોરે ૧૫:૦૦ થી ૧૮:૩૦ કલાકે હિંમતનગર ખાતે ૨૩ બિલ્ડીંગના ૨૧૭  બ્લોકમાં ૭૪૬૭ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. સાબરકાંઠા જિલ્લામાં ધોરણ – ૧૦ના એક અથવા બે વિષયમાં નાપાસ  અંદાજીત ૫૫૩૧   વિધાર્થીઓ ૧૪૫ બ્લોક અને ૧૫ બિલ્ડીંગમાં પરીક્ષા આપશે.

જ્યારે ધોરણ – ૧૨ સામાન્ય પ્રવાહમાં એક વિષયમાં નાપાસ તેવા  ૧૫૦૨ વિધાર્થીઓ ૬ બિલ્ડીંગનાના ૫૧ બ્લોકમાં પૂરક પરીક્ષા આપશે. ધોરણ ૧૨ વિજ્ઞાન પ્રવાહના એક અથવા બે વિષયમાં નાપાસ હોય તેવા ૪૩૪  વિધાર્થીઓ બે બિલ્ડીંગના ૨૧ બ્લોકમાં પૂરક  પરીક્ષા આપશે. આમ જિલ્લાના કુલ ૭૪૬૭ વિધાર્થીઓ આ પુરક પરીક્ષા આપશે.  આ બેઠકમાં  જિલ્લા પોલીસ વડાશ્રી વિશાલ વાઘેલા, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી મીતાબેન ગઢવી, પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રી ચૌધરી, શાળા સંચાલક મંડળના સભ્યો, શાળાના આચાર્યો  તથા અન્ય અમલીકરણ અધિકારી ઉપસ્થિત રહ્યા હતા. પરીક્ષાર્થીઓ માટે પરીક્ષાના આગલા દિવસે તા. ૯ જૂલાઇ ૨૦૨૩ થી જિલ્લાનો કંટ્રોલ રૂમ નં. ૦૨૭૭૨-૨૪૦૭૯૩  સવારે ૭ થી રાત્રે ૮ કલાક દરમિયાન કાર્યરત રહેશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!