નાણાકીય વર્ષ 2023-2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પૂનાલાસ ફિનકોર્પનું નોંધપાત્ર પ્રદર્શન

નાણાકીય વર્ષ 2023-2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં પૂનાલાસ ફિનકોર્પનું નોંધપાત્ર પ્રદર્શન
Spread the love
  • 1FY24માં કર પછીનો નફો રૂ. 200 કરોડ
  • ઇતિહાસનો અત્યાર સુધીનો સૌથી વધુ નફો નોંધાયો, ગયા વર્ષની તુલનામાં 62 ટકાનો વધારો થયો.
  • નવા નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં અત્યાર સુધીનો સૌથી વધુ નફો નોંધાયો.
  • સંચાલન હેઠળની અસ્ક્યામતોમાં ઉલ્લેખનીય વૃદ્ધિ, એનએનપીએને 0.76% સુધી રાખવામાં કંપની સફળ.

સુરત, 25 જુલાઈ, 2023: દેશની અગ્રણી એનબીએફસી, પૂનાવાલા ફિનકોર્પ લિમિટેડના બોર્ડ ઓફ ડિરેક્ટર્સે ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળા (30 જૂનના રોજ પૂરા થયેલા ત્રિમાસિક ગાળા) માટે અનઓડિટેડ પરિણામોની જાહેરાત કરી છે. આ અહેવાલ અનુસાર, નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં, કંપનીના કરવેરા પછીના નફામાં નોંધપાત્ર વધારો જોવા
મળ્યો છે. પૂનાવાલા ફિનકોર્પ એક નોન-બેંકિંગ ફાઇનાન્સિયલ કંપની છે. પૂનાવાલા ફિનકોર્પ મધ્યમ અને નાના સાહસો અને
સામાન્ય ગ્રાહકોને નાણાકીય સહાય પૂરી પાડે છે.

કંપનીના પરિણામોમાં આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કર પછીના નફામાં નોંધપાત્ર વધારો નોંધાયો છે. નાણાકીય
વર્ષ 2024 (Q1FY24)ના પ્રથમ ત્રિમાસિક ગાળામાં કંપનીનો કર પછીનો નફો રૂ. 200 કરોડ નોંધાયો છે. કંપનીના ઈતિહાસમાં
આ સૌથી વધુ નફો છે. આટલું જ નહીં, પરિણામ એ પણ બહાર આવ્યું છે કે અસ્ક્યામત પરનું વળતર (RoA) પાછલા વર્ષની
સરખામણીમાં 67 બેસિસ પૉઈન્ટ વધીને 4.8% થયું છે. વ્યાજનું ચોખ્ખું માર્જિન (NIM) 108 બેસિસ પૉઈન્ટ વધીને 11.4
ટકા થયું છે. ગયા વર્ષની સરખામણીમાં કંપનીના કાર્યકારી ખર્ચમાં 4 ટકાનો ઘટાડો થયો છે અને તે રૂ. 183 કરોડ પર પહોંચી ગયો
છે.

કંપનીના કાર્યકારી ખર્ચમાં ગયા વર્ષની સરખામણીમાં 4 ટકા અને પાછલા ત્રિમાસિક ગાળાની સરખામણીમાં 7 ટકાનો ઘટાડો થયો
છે. ગત વર્ષની સરખામણીએ સંચાલકીય નફામાં 148 ટકાનો વધારો થયો છે. અગાઉના ત્રિમાસિક ગાળાની તુલનામાં આ વધારો
39 ટકા છે અને નાણાકીય વર્ષ 2024ના પ્રથમ ત્રિમાસિક ગાળાનો કાર્યકારી નફો રૂ. 294 કરોડ છે. 30 જૂનના રોજ કંપનીની
રોકડ જોગવાઈ 36 ટકા હતી, જ્યારે કાર્યકારી મૂડી રૂ. 4,020 કરોડ હતી.

કંપનીના નોંધપાત્ર પ્રદર્શનમાં ડાયરેક્ટ ડિજિટલ પ્રોગ્રામનો મોટો ફાળો રહ્યો છે. ડાયરેક્ટ ડિજિટલ પ્રોગ્રામને કારણે કુલ લોન
વિતરણમાં 86 ટકાનો વધારો થયો છે. ગયા વર્ષના ચોથા ત્રિમાસિક ગાળાની સરખામણીએ આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક
ગાળામાં 5 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. કંપનીની કુલ એનપીએ ઘટીને 1.42 ટકા થઈ છે, જે ગયા વર્ષની સરખામણીમાં 1.26
ટકા ઓછી છે. અગાઉના ત્રિમાસિક ગાળાની સરખામણીએ એનપીએમાં 0.02 ટકાનો ઘટાડો થયો છે. ચોખ્ખી એનપીએ 0.76
ટકા હતી, જે ગયા વર્ષની સરખામણીમાં 35 બેસિસ પૉઇન્ટ અને પાછલા ક્વાર્ટર કરતાં 2 બેસિસ પૉઇન્ટ ઓછી છે. 30 જૂન, 2023ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે કંપનીનો કેપિટલ એડિક્વેસી રેશિયો 36% પર નોંધાયો છે, જ્યારે આ સમયગાળા માટે લિક્વિડિટી બફર ₹ 4,020 કરોડ નોંધાયું છે.

For media queries contact: [email protected] For more information, please log on to: www.poonawallafincorp.com પૂનાવાલા ફિનકોર્પના Q1FY24ના પ્રદર્શન અંગે વાત કરતા, સીએ અભય ભુતડા, મેનેજિંહ ડિરેક્ટરે “અમે નાણાકીય વર્ષ 2023ની ગતિને આગળ ધપાવતા નાણાકીય વર્ષ 2024ની અદ્ભુત શરૂઆત કરી છે. શ્રેણીમાં અસ્ક્યામતોની શ્રેષ્ઠ ગુણવત્તા અને નફાકારકતાની સાથે અમારા વ્યવસાયની વૃદ્ધિ મજબૂત અને પ્રશંસનીય રહી છે.

નફાકારકતામાં વધારા અને કાર્યક્ષમતાને બહેતર બનાવવાની બાબત પર ધ્યાન કેન્દ્રીત કરતા અમારા ફિનટેક મૉડલે કાર્યકારી ખર્ચામાં વધુ ઘટાડો કરવામાં મદદ કરી છે. અમે સતત નવીનીકરણ પર, ભવિષ્યના વલણોમાં રોકાણ પર, સંકલિત રહેવા પર ગૂઢ ઇકો-સિસ્ટમ બનાવવા પર ધ્યાન કેન્દ્રીત કરતા હોવાથી અમે ભવિષ્ય પર ધ્યાન કેન્દ્રીત કરવાનું ચાલુ રાખીએ છીએ. અમે આગળના પ્રવાસ માટે સજ્જ અને રોમાંચિત છીએ અને એક અપવાદરૂપ પ્રદર્શન કરવા માટે આત્મવિશ્વાસુ છીએ.”

Admin

Admin

9909969099
Right Click Disabled!