કલમ ૩૭૦ અંગે અમીત શાહ અને માધવના અલગ સુર

કલમ ૩૭૦ અંગે અમીત શાહ અને માધવના અલગ સુર
Spread the love

જમ્મુ-કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ અંગે ભાજપના પ્રમુખ અમીત શાહ અને મહામંત્રી માધવ વચ્ચે મતભેદ સર્જાયા છે. શાહે કહ્યું હતું કે અમે સત્તામાં આવીશું તો આ કલમને નાબુદ કરી દઇશું’ તો શનીવારે રામ માધવે કહ્યું હતું કે  આ મામલે તમામ પક્ષોએ સંસદમાં નિર્ણય લેવો પડશે. અમે વિકાસના મુદ્દે ચૂંટણી લડીએ છીએ. અમારી તાકાત માત્ર વિકાસ પર જ લગાડીએ છીએ’એમ માધવે કહ્યું હતું. તો આ તરફ પીડીપી અને એનસીએ ભાજપ પર ડબલ ઢોલકી વગાડવાનો આરોપ મૂક્યો હતો.

મમતાનો પ્રચાર ડોર ટુ ડોર

દિલ્હીના મુખ્ય પ્રધાન કેજરીવાલ અને અન્ય રાજકીય પક્ષોના નેતાઓ ફોન પર લોકોના મત માગે છે જ્યારે પશ્ચિમ ંબગાળના મુખ્ય પ્રધાન મમતા દીદી આજે પણ પરંપરાગત ઘર ઘર જઇ મત માગવાની  રીત જાળવી રાખે છે.તેઓ માને છે તે ટેલીફોન પર મત માગવાથી પ્રાયવેસીનો ભંગ થાય છે.ઉલ્લેખનીય છે કે મમતા તો આધાર કાર્ડના પણ વિરોધી છે. તેઓ માને છે કે આમ કરવાથી વ્યક્તિની તમામ બાબતો ખુલ્લી પડી જાય છે. એટલા માટે જ તેઓ ઘર ઘર જઇ મત માગે છે.

ચૂંટણઈમાં કોઇ જ મુદ્દો નથી કે હવા પણ નથી

તમામ રાજકીય પક્ષો માને છે કે આ ચૂંટણીમાં કોઇ જ મુદ્દો નથી. આજે ચોથા તબક્કાનું મતદાન પુરૂં થયું. જાણકારો માને છે કે આ વખતે ‘મોદી તરફી કે મોદી વિરોધી’ કોઇ જ હવા નથી. આ  સ્થિતિમાં બદલાવ આવશે. લોકોના મુડ પર બદલાશે. જ્યારે કોઇ મુદ્દો હોય ત્યારે ભારે મતદાન થાય છે.૨૦૧૪માં મોદી વેવના કારણે ૨૦૦૯ની સરખામણીમાં આઠ ટકા મતદાન વધારે થયું હતું.આ વખતે ભાજપ તરફી મનાતા એકમો પણ મતદાનમાં ઓછો રસ દર્શાવે છે.

ભાજપ માટે મોટો પડકાર

આજે પુરા થયેલા ચોથા તબક્કાના મતદાનમાં ભાજપ તરફી બેઠકો ઓછી હતી ૨૦૧૪માં ભાજપે ૨૮૨ માંથી જ્યાં ૧૬૦ બેઠકો જીતી હતી ત્યાં હવે પહેલા જેવી સ્થિતિ નથી.જો કે ભાજપના નેતાઓ મોદીના કરિશ્મા પર જ વિશ્વાસ રાખે છે, પરંતુ પરંતુ તેમણે એ પણ ડરે છે કે ૨૦૧૪નું પુનરાવર્તન ખૂબ મુશ્કેલ છે.

Source: Gujarat Samachar

Avatar

Admin

Right Click Disabled!