અમિત શાહ શ્રેષ્ઠ રણનીતિકાર – સિંહાના સૂર બદલાયા

અમિત શાહ શ્રેષ્ઠ રણનીતિકાર – સિંહાના સૂર બદલાયા
Spread the love

ન્યુ દિલ્હી,
૨૦૧૯ના લોકસભા ચૂંટણીમાં ભાજપની પ્રચંડ બહુમતીથી જીત બાદ મોદી-શાહના પ્રખર આલોચક શત્ર્šÎન સિન્હા અચાનક તેમના પ્રશંસક બની ગયા. તેમણે હવે બંને નેતાના વખાણ કરતાં ‘ગ્રેટ’ ગણાવતા શુભેચ્છા પાઠવી. તે પોતાના વિરૂદ્ધ પટના સાહિબ સીટ પરથી જીતી ભાજપ નેતા રવિશંકર પ્રસાદે તેમને પારિવારિક મિત્ર ગણાવ્યા છે. ભાજપને બે લોકોની પાર્ટી કહીને હંમેશા આકરા પ્રહારો કરનાર શત્ર્šÎન સિન્હા એ ભાજપ અધ્યક્ષ અમિત શાહને શ્રેષ્ઠ રણનીતિકાર ગણાવતા વખાણ કર્યા છે.
લોકસભા ચૂંટણીમાં જીતને લઇ પોતાના શુભેચ્છા સંદેશમાં શત્ર્šÎન સિન્હા એ ટ્‌વીટ કરીને કÌšં કે આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી, માસ્ટર રણનીતિકાર અમિત શાહ અને ખાસ કરીને અમારા પારિવારિક મિત્ર રવિશંકર પ્રસાદને ભારે જીતની શુભેચ્છા. આ એ પાર્ટીમાં જશ્નનો સમય છે જે અત્યાર સુધી મારી પણ હતી. હું તમામને તહે દિલથી સલામ કરું છું.
ભાજપથી બગાવત બાદ કોંગ્રેસમાં સામેલ શત્ર્šÎન સિન્હા આ વખતે પોતાની પટના સાહિબ સીટ પરથી ચૂંટણી મેદાનમાં હતા, પરંતુ તેમને કેન્દ્રીય મંત્રી રવિશંકર પ્રસાદથી હારનો સામનો કરવો પડ્યો. તેઓ લખનઉથી સપાની ટિકિટ પર ચૂંટણી લડનાર તેમના પત્ની પૂનમ સિન્હાને પણ રાજનાથ સિંહના હાથે હાર ઝીલવી પડી છે.
લોકસભા ચૂંટણીમાં હાર બાદ આની પહેલાં શત્ર્šÎન સિન્હાએ ચૂંટણીમાં રમત રમાયાની વાત કહી હતી. કÌšં હતું કે ઉત્તર પ્રદેશ, બિહાર, પશ્ચિમ બંગાળ, અને આંધ્રપ્રદેશમાં યોજાયેલી લોકસભા ચૂંટણી દરમ્યાન મોટાપાયા પર રમત રમાઇ છે. પરંતુ આ બધી વાતો માટે આ યોગ્ય સમય નથી.

Admin

Admin

9909969099
Right Click Disabled!