પાટનગરમાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંઃ ગેરકાયદે ચાલતા ટ્યૂશન ક્લાસીસ

પાટનગરમાં તંત્ર કુંભકર્ણની નિંદ્રામાંઃ ગેરકાયદે ચાલતા ટ્યૂશન ક્લાસીસ

ગાંધીનગર,
સુરતમાં ગઈ કાલે આગ લાગવાની ઘટનાએ આખા ગુજરાતમાં હા હા કાર મચાવી દીધો છે. તંત્રની લાપરવાહિના કારણે આગ લાગી તંત્ર દ્વારા જા પહેલા પગલાં લેવામાં આવ્યા હોત તો કદાચ આજે ૨૩ બાળકોનો જીવ બચી ગયો હોત. ત્યારે હવે દરેક જિલ્લામાં તંત્ર દોડતું થયું છે. એન જે ગેરકાયદેસર ક્લાસિસો ચાલે છે તેના ઉપર રોક લગાવા અને કાયદાનું ભાન કરવા તંત્ર કામે લાગ્યું છે.પરંતુ ઘણા જિલ્લાના તંત્રને તો એ પણ ખબર નથી કે કઈ જગ્યાઓ ઉપર કલાસીસો ચાલે છે. કઈ સ્કૂલો ગેરકાયદેસર ચાલે છે. આવી જ હાલત ગાંધીનગર જિલ્લાની છે. ગુજરાતનું પાટનગર ગણાતું ગાંધીનગર ત્યાંજ તંત્રની કામગીરી નબળી જાવા મળી. ગાંધીનગર શહેરમાં ઠેર ઠેર ટ્યુશન કલાસીસના રાફળા ફાટી નીકળ્યા છે. ત્યારે કેટલા કલાસીસ ગેરકાયદેસર છે. ફાયરની એન ઓ સી છે કે નહીં તેની વિગત પણ તંત્ર પાસે નથી.આજે ગાંધીનગર કલેકટર એસ.કે.લાંગાની આગેવાની હેઠળ પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી તેમાં ગાંધીનગર મેયર , કમિશનર અને તાલુકા ઓફિસર તેમજ ફાયર ઓફિસર સહિતના અધિકારીઓ હાજર રહ્યાં હતા. ત્યારે કલેકટર દ્વારા જણાવાયું કે સુરાતમા જે ઘટના બની તે બહુ ગંભીર છે. ગાંધીનગરમાં આવી ઘટના ના બને તે માટે ત્વરિત પગલાં લેવામાં આવશે. જે ટ્યુશન કલાસીસ ગેરકાયદેસર છે.તેને સીલ મારી દેવામાં આવશે. અને જે અધિકારીઓએ બેદરકારી રાખી છે તેની સામે પણ પગલાં લેવામાં આવશે. એક વાત સાચી છે કે કલેકટર સહિત કોઈની પાસે કેટલા ટ્યુશન કલાસીસ ચાલે છે અને કયાં ચાલે છે તેની વિગત જ નથી. ત્યાર પછી મેયર રીટાબેન દ્વારા જણાવવામાં આવ્યું કે મેં ફાયર સેફટી મામલે કમિશનર શ્રી ને લેટર લખ્યો હતો.અને ગાંધીનગર મેયર તરીકે હું સુરતમા એ ઘટના બની તે બહુ દુઃખ દાયક છે.

ગાંધીનગરમાં તમામ કલાસીસ ચેક કરવામાં આવશે અને જા કોઈ ફાયર સેફટી વિના કલાસીસી ચલાવતું ધ્યાને આવશે તો તેના ઉપર ત્વરિત પગલાં લેવામાં આવશે. પણ ગંભીર બાબત એ છે કે મેયર દ્વારા કમિશનરશ્રી ને ફાયર સેફટીનો જે લેટર આપવામાં આવ્યો હતો તેને આજે આશરે ૧૫ દિવસ થવા છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં કેમ નથી આવી?આને લઈને ફાયર ઓફિસરે જણાવ્યુ કે અમે ટિમ બનાવી છે અને હવે કાર્યવાહી ચાલુ કરવમાં આવશે. આ મુદ્દે કમિશ્નરે ચુપી સાધી લીધી હતી. ત્યારબાદ પત્રકારો દવારા ઘણા સવાલો કરવમાં આવ્યા ત્યારે કલેકટર સહિત તમામ અધિકારીઓ પાસે કોઈ જવાબ નોહતા. ત્યારે સ્પષ્ટ થાય છે કે તંત્ર ક્્યાં સુધી ઘોરનિદ્રામાં રહશે? સુરતના વેશુ મા આગની ઘટના બની ત્યાર પછી થી જ તંત્ર દ્વારા કેમ કડક પગલા લેવમાં ના આવ્યા? શુ તંત્ર બીજી આગ લાગે તેની રાહ જાઈ રહી હતી. ગાંધીનગરમાં ટ્યુશન કલાસીસ સિવાય પણ ઘણી જગ્યાઓ એવી છે કે જયાં બેદરકારી ચાલી રહી છે. ગુજરાતમાં સૌથી વધારે સરકારી નોકરીઓ માટેના કલાસીસ જા ચાલતા હોય તો તે ગાંધીનગર છે. જ્યારે કોઈ નવા કલાસીસ ખુલે ત્યારે મોટી મોટી જાહેરાતો કરતા હોય છે.તો પણ તંત્ર અજાણ કેમ છે ? કેમ તંત્ર દ્વારા કોઈ દિવસ તસતી લેવામાં ના આવી કે જે આ કલાસીસો ચાલે છે તે નિયમ અનુસાર ચાલે છે કે નહીં કેમ કોઈ દિવસ ધ્યાન આપ્યું નહિ?

ગાંધીનગર શહેરમાં તમામ વેપાર,ધંધા તેમજ કલાસીસ રેસિડેન્ટલ એરિયમાં જ ચાલે છે. રેસિડેન્ટલ એરિયામાં વેપાર ધંધા કરવા એ ગેરકાયદેસર છે. છતાં પણ કેમ ચાલવા દેવામાં આવે છે. હજુ પણ તંત્ર દ્વારા આવી ગેરકાયદેસર પ્રવૃતિઓ ઉપર તો ધ્યાન ગયું જ નથી. કે પછી ધ્યાન ગયું હોય પણ આંખ આડા કાન કર્યા હોય એવું તો નથી? કેમ કે રેસિડેન્ટલ એરિયામાં ચાલતા વેપાર ધંધા માટે કોઈ પણ પ્રકારની એન.ઓ.સી મળતી હોતી નથી. આવા નિયમો છે. છતાં પણ મોજ મસ્તી થી અને ભ્રષ્ટ અધિકારીઓની રહેમ નજર થી જ ચાલતા હોય છે. તે આજે સ્પષ્ટ દેખાયું છે જાગ્યા ત્યાં થી સવાર.પરંતુ હવે કોઈ ગેરકાયેદરે ટ્યુશન કલાસીસ ચલાવી નહીં શકે. આજે ગાંધીનગર કલેકટરે એક મીટીંગ બોલાવી હતી. જેમાં સૂચના આપી દેવમાં આવી છે.કે જયાં પણ ગેરકાયદેસર કલાસીસ દેખાય ત્યાં ત્વરિત કાર્યવાહી કરવામાં આવે.આવી કડક કાર્યવાહી સતત જા ચાલુ રહેશે તો એક વાત સ્પષ્ટ છે કે જા કોઈ અનિચ્છનીય ઘટના બનશે તો તકતાલિક નિરાકરણ કરી શકાશે. હવે જાવાનું રÌšં કે તંત્ર ગેરકાયદેસર ચાલતા ક્લાસિસો ઉપર રોક લગાવી શકે છે કે કેમ?

આજે ગાંધીનગર કલેકટરે મિટિંગ બોલવી હતી.ત્યારે એનએસયુઆઇ ના કાર્યકર્તાઓ વિરોધ કરવા આવી પોહચ્યાં હતા.અને હલ્લા બોલ મચાવી દીધો હતો. અને કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. એનએસયુઆઇ દવારા જણાવવામાં આવ્યું કે અમે અગાઉ પણ ધ્યાન દોર્યું હતું. તો ત્યારે પગલાં કેમ ના લીધા. જા તંત્ર કોઈ પગલાં હવે નહીં ભરે તો અમારે કાયદો હાથમાં લેવો પડશે.

Spread the love
Right Click Disabled!