નવા સાંસદોમાં ૪૩%નો ગુનાહિત ઇતિહાસઃ ૮૮ % સાંસદો કરોડપતિ

નવા સાંસદોમાં ૪૩%નો ગુનાહિત ઇતિહાસઃ ૮૮ % સાંસદો કરોડપતિ

ન્યુ દિલ્હી,
ગુજરાત ઈલેક્શન વોચ અને એસોસિએશન ઓફ ડેમોક્રેટિક રિફોર્મ (છડ્ઢઇ) તરફથી લોકસભા ૨૦૧૯નાં ૫૩૯ સાંસદોના સોગંદનામાંનો વિશ્લેષણાત્મક અહેવાલ તૈયાર કરવામાં આવેલો છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વેલોરની ચૂંટણી કેન્સલ થઈ અને અન્ય ૩ સાંસદોના સોંગંદનામાં સરખી રીતે સ્કેન ન થવાના કારણે ઉપલબ્ધ થયા નથી. તેથી તેમનું વિશ્લેષણ થઇ શક્્યુ નથી.
૧૭મી લોકસભામાં ચૂંટાયેલા ૫૩૯ સાંસદોમાંથી ૨૩૩ (૪૩%) સાંસદો ગુનાઇત ઇતિહાસ ધરાવે છે. ૨૦૧૪ માં ૨૩૪ (૩૪%) સ્ઁ સામે ગુનાઓ નોંધાયેલા હતા જ્યારે ૨૦૦૯ માં ૧૬૨ (૩૦%) સ્ઁ ગુનાઇત ઇતિહાસ ધરાવતા હતા. આ અહેવાલ પ્રમાણે, ૨૦૧૯માં ચૂંટાયેલા ગુનાઇત ઇતિહાસ વાળા ૨૩૩ સ્ઁ માંથી ૧૫૯ (૨૯%) ગંભીર ગુનાઓ નોંધાયેલ છે. આ સંખ્યા ૨૦૧૪માં ૧૧૨ (૨૧%) અને ૨૦૦૯માં ૭૬ (૧૪%) હતી.
આ ગુનાઓ બળાત્કાર, ખૂન, ખૂનનો પ્રયાસ અપહરણ, મહિલાઓ સામે અત્યાચાર વગેરે પ્રકારના છે. એટ્‌લે દિવસે દિવસે વધુ ને વધુ ગુનાઇત ઇતિહાસ વાળા ઉમેદવારો ચૂંટણી જીતે છે. છડ્ઢઇ તરફથી હાથ ધરવામાં આવેલા અન્ય એક સર્વે માં જણાયું હતું કે, લોકોને ખ્યાલ હોતો નથી કે તેમના સાંસદ ગુનાઇત ઇતિહાસ ધરાવે છે.
સર્વોચ્ચ અદાલતના આદેશ અનુસાર ઉમેદવારોએ ૩ વખત તેમની સામેના ગુનાઓ વિશે જાહેરાત આપીને મતદારોને માહિતગાર કરવું ફરજિયાત છે. તેમજ પક્ષ તરફથી તેમની વેબસાઇટ પર પણ આવા ઉમેદવારોની યાદી મૂકવી ફરજિયાત છે. પણ ચૂંટણી પંચતરફથી આ અંગે કોઈ મોનિટરિંગ ની વ્યવસ્થા ન હોવાના કારણે તાજેતરનાં ચૂંટણી દરમ્યાન તેનું પાલન થતું નથી.
જીતેલા કુલ સાંસદ માંથી ૪૭૫ (૮૮%) કરોડપતિ સાંસદ છે. ૨૦૧૪ આ સંખ્યા ૪૪૩ (૮૨%) જ્યારે ૨૦૦૯ માં ૩૧૫ (૫૮%) સ્ઁ કરોડપતિ હતા. આ ટકાવારી પણ દિવસે ને દિવસે વધતી જાય છે. ૨૦૧૯માં ચૂંટાયેલા કુલ સાંસદોની સરેરાશ મિલકત ૨૦/૯૩ કરોડ છે.

Spread the love
Right Click Disabled!