મહારાષ્ટ્રમાં મરાઠીઓને શિક્ષણ, નોકરીમાં આરક્ષણને પડકારતી અરજી સુપ્રીમમાં

મહારાષ્ટ્રમાં મરાઠીઓને શિક્ષણ, નોકરીમાં આરક્ષણને પડકારતી અરજી સુપ્રીમમાં

શિક્ષણ અને સરકારી નોકરીઓમાં મરાઠી સમુદાયના લોકોને અનામત આપવાની બંધારણીય યોગ્યતાને માન્ય કરતા બામ્બે હાઈ કાર્ટના આદેશને પડકારતી અરજી સુપ્રીમ કાર્ટમાં દાખલ કરવામાં આવી છે. શિક્ષણ અને સરકારી નોકરીમાં મરાઠી સમુદાયના લોકોને અનુક્રમે ૧૨ અને ૧૩ ટકા અનામત આપતો સોશ્યલી ઍન્ડ ઍજ્યૂકેશનલી બૅકવર્ડ ક્લાસિસ-એસઈબીસી ઍક્ટ ‘મંડલ વર્ડિક્ટ’ તરીકે જાણીતા ઈંદિરા સહાની કેસને મામલે સીમાચિહ્નરૂપ ચુકાદો આપનાર સુપ્રીમ કાર્ટે અનામતની મુકરર કરેલી પચાસ ટકાની મર્યાદાનો ભંગ કરે છે એમ જણાવતી અરજીની સુનાવણી કદાચ આવતે અઠવાડિયે હાથ ધરવામાં આવશે.  એનજીઓ ‘યુથ ફાર ઈક્વાલિટી’નું પ્રતિનિધિત્વ કરતા સંજિત શુક્લાએ અરજીમાં દાવો કર્યો છે કે રાજકીય દબાણ હેઠળ તેમ જ સમાનતા અને કાયદાના શાસનના બંધારણીય સિદ્ધાંતનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરી મરાઠી સમુદાયના લોકો માટે એસઈબીસી ઍક્ટ ઘડી કાઢવામાં આવ્યો હતો.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!