કોંગ્રેસ મુશ્કેલીમાંઃ જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાસચિવ પદેથી રાજીનામું આપ્યુ

કોંગ્રેસ મુશ્કેલીમાંઃ જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાસચિવ પદેથી રાજીનામું આપ્યુ

ભોપાલ,
લોકસભા ચૂંટણીમાં સજ્જડ હાર બાદ કોંગ્રેસની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ જ નથી લેતી. પાર્ટીના મોટા નેતાઓમાં જાણે રાજીનામાની હોડ લાગી છે. ચૂંટણી પરિણામ આવ્યાં બાદ પહેલા તો પાર્ટીના કોઈ પણ મોટા નેતાએ પરિણામોની જવાબદારી ન લીધી પરંતુ જ્યારે રાહુલ ગાંધીએ અધ્યક્ષ પદ છોડ્યું તો અન્ય નેતાઓ ઉપર પણ નૈતિક દબાણ આવી ગયું. ત્યારબાદ તો જાણે પાર્ટીના નેતાઓમાં પદ છોડવાનો સિલસિલો ચાલુ થઈ ગયો છે. હવે કોંગ્રેસના યુવા ચહેરા ગણાતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ મહાસચિવ પદથી રાજીનામું આપી દીધુ છે. અત્રે જણાવવાનું કે જ્યોતિરાદિત્ય સિંધિયા પોતે પણ આ વખતે લોકસભા ચૂંટણી હારી ગયા હતાં.  રાહુલ ગાંધીના રાજીનામા બાદ કોંગ્રેસ પાર્ટીમાં રાજીનામાનો દોર ચાલુ છે. સિંધિયાનું રાજીનામું પણ આ જ કડીમાં પડ્યું છે. મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથ પણ અગાઉ પીસીસી ચીફના પદેથી રાજીનામું આપી ચૂક્્યા છે. દીપક બાબરિયા, વિવેક તન્ખા સહિત અનેક પદાધિકારીઓ પણ તમામ પદેથી રાજીનામું આપી ચૂક્્યા છે. જા કે આ તમામ રાજીનામા નવા કોંગ્રેસ અધ્યક્ષ આવશે પછી જ સ્વીકાર થશે. ત્યાં સુધી તેઓ પદ પર યથાવત રહેશે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!