અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા

અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્યતા
Spread the love

ગાંધીનગર,
કોંગ્રેસમાંથી રાજીનામું ધરી દેનારા અસંતુષ્ઠ નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિધાનસભાના સત્ર બાદ ભાજપનો ખેસ ધારણ કરે તેવી શક્્યતા છે. તાજેતરમાંજ યોજાયેલી રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારોને વોટ આપી અને કોંગ્રેસના ધારાસભ્ય તરીકે રાજીનામું ધરી દેનારા બંને નેતાઓ છેલ્લા કેટલાય સમયથી પોતાની પાર્ટીથી નારાજ હતા. સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ અલ્પેશ અને ધવલસિંહ ભાજપમાં જાડાય ત્યારબાદ તેમની બેઠકો બદલાય તેવી અટકળો હતી જાકે, હવે આ અટકળો પર પૂર્ણવિરામ લાગ્યું છે. ભાજપમાં જાડાયા બાદ અલ્પેશ ઠાકોરને રાધનપુર અને ધવલસિંહને બાયડથી જ ચૂંટણી લડાવામાં આવશે.

પ્રાપ્ત અહેવાલો મુજબ બંને બેઠકો પરથી ચૂંટણી લડાવ્યા બાદ વિજેતા ઉમેદવારોને રાજ્યની ભાજપ સરકારમાં રાજ્ય કક્ષાનાં પ્રધાન બનાવાય તેવી પણ વકી છે. ઉલ્લેખનીય છે કે કોંગ્રેસમાં અન્યાય અને અપમાન થતો હોવાની વાત વહેતી મૂકી અલ્પેશ ઠાકોરે લોકસભાની ચૂંટણી પહેલાંથી જ પાર્ટીથી કિનારો કરી લીધો હતો.
ઉલ્લેખનીય છે કે અગાઉ કોંગ્રેસ છોડી કેસરિયો ધારણ કરનારા રાજ્યના કેટલાક ધારાસભ્યોએ ફરીથી ભાજપની ટિકિટ પર પોતાની બેઠક પરથી જ ચૂંટણી લડી વિજય પ્રાપ્ત કર્યો હતો. લોકસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, ધ્રાંગધ્રાના ધારાસભ્ય પરષોત્તમ સાબરિયા, ઊંઝાના ધારાસભ્ય આશા પટેલ અને ગુજરાત વિધાનસભાની ૨૦૧૭માં યોજાયેલી ચૂંટણી પહેલાં ભાજપમાં ભળેલા જામનગર ગ્રામ્યના ધારાસભ્ય રાઘવજી પટેલ આ પ્રકારે જીત મેળવી ચુક્્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!