સરકાર બેન્કોમાં રોકડની લેવડ-દેવડનો સમય બે વાગ્યા સુધીનો કરે તેવી શક્યતા

સરકાર બેન્કોમાં રોકડની લેવડ-દેવડનો સમય બે વાગ્યા સુધીનો કરે તેવી શક્યતા

ન્યુ દિલ્હી,
સરકાર ઇચ્છે છે કે દેશમાં વધુને વધુ કેશલેસ પેમેન્ટ થાય. આના માટે તે હવે બેંકોમાં કેશ ટ્રાંઝેકશન એટલે કે રોકડ લેવડ-દેવનો સમય ફરીથી બે વાગ્યા સુધીનો કરવા માટે વિચારી રહી છે. હાલમાં સરકારી બેંકોમાં સાંજે ચાર વાગ્યા સુધી આ ટ્રાંઝેકશન કરી શકાય છે, અમુક ખાનગી બેંકો તો પોતાના ગ્રાહકોને સાંજે ૬ વાગ્યા સુધી આવી સગવડ આપે છે. સરકારે બેંક ખાતામાંથી વર્ષમાં એક કરોડ રૂપિયાથી વધારે ઉપાડવા પર ર ટકા ટીડીએસ લગાવવાનો પ્રસ્તાવ બજેટમાં કર્યો છે. સરકાર ઇચ્છે છે કે લોકો કેશ ટ્રાંઝેકશન ઘટાડીને વધુમાં વધુ ડીઝિટલ લેવડ દેવડ કરે. આ ના માટે તે ઘણા બધા પ્રયત્નો કરી રહી છે. આરબીઆઇએ પોતાની ક્રેડીટ પોલીસીની સમીક્ષા દરમ્યાન

રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ (આરટીજીએસ) અને નેશનલ ઇલેકટ્રોનિક ફંડ ટ્રાન્સફર દ્વારા કરવામાં આવતી લેવડ દેવડ પર લાગતા ચાર્જીસ બંધ કરી દીધા છે. આરટીજીએસ દ્વારા કરવામાં આવતી લેવડ-દેવડ પર લાગતા ચાર્જીસ બંધ કરી દીધા છે. આરટીજીએસ દ્વારા મોટી રકમ ટ્રાન્સફર કરી શકાય છે જયારે એનઇએફટી દ્વારા બે લાખ સુધીની રકમ જ ટ્રાન્સફર થઇ શકે છે. આ નિયમ પહેલી જૂલાઇથી અમલી બની ગયો છે. આરબીઆઇ એ સ્પષ્ટ રીતે કહયું છે કે ડીઝીટલ ટ્રાંઝેકશનને પ્રોત્સાહન આપવા માટે આ ચાર્જીસ બંધ કરાયા છે. સરકાર પોતાના બીજા કાર્ય કાળમાં કાળા નાણા પર કંટ્રોલ કરવા ઇચ્છે છે. આ જ કારણથી તે ઇચ્છે છે કે લોકો બેંકમાંથી ઓછામાં ઓછી રોકડ રકમ ઉપાડે અને વધુમાં વધુ લેવડ દેવડ ડીઝીટલ થાય.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!