ભારતીય સેના બનશે વધારે મારકણી

ભારતીય સેના બનશે વધારે મારકણી
Spread the love

ન્યુ દિલ્હી,
ભારતીય વાયુસેના વધુ મારકણી બનશે. ભારત રશિયા પાસેથી વધુ સ્ક્વાર્ડન ઘાતક એવા સુખોઈ-૩૦ એમકેઆઈ મલ્ટીરોલ ફાઈટર જેટ્‌સ ખરીદવાની તૈયારી કરી રહી છે. આ સોદાને લઈને બંને દેશો વચ્ચે વાતચીત પણ શરૂ કરી દેવામાં આવી છે. રશિયાના સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ સોદો ફાસ્ટ ટ્રેક રૂટથી થઈ રહ્યો છે માટે ફાઈટર જેટ્‌સ આપવાનો નિર્ણય લેવાયા બાદ ખુબ જ ઝડપથી ભારતીય વાયુસેનાને યુદ્ધ વિમાન સોંપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય વાયુસેનાના પ્રમુખ એર ચીફ માર્શલ બી એસ ધનોઆ પણ ૯ જુલાઈથી ૧૨ જુલાઈ સુધી રશિયાના પ્રવાસે જઈ રહ્યાં છે.
ભારતે ૯૦ના દાયકામાં રશિયા પાસેથી ૨૭૨ સુખોઈ-૩૦ એમકેઆઈ યુદ્ધ વિમાનો ખરીદવાનો સોદો કર્યો હતો. જેમાંથી ૫૦ વિમાનોને રશિયામાં અને બાકીના વિમાન ભારતમાં જ તૈયાર કરવામાં આવ્યા હતાં. આ કાર્યક્રમ પોતાના નિર્ધારીત સમય પ્રમાણે ચાલી રહ્યો છે અને ભારતીય વાયુસેનામાં ૨૦૦થી વધારે સુખોઈ શામેલ થઈ ચુક્્યા છે. હવે રશિયાથી આવનારા નવા ૧૮ સુખોઈ વિમાનની વાયુસેનામાં એક સ્ક્વોર્ડન તૈયાર કરવામાં આવશે.

આ ઉપરાંત રશિયા પાસે રહેલા અને અપગ્રેડ કરવામાં આવેલા ૨૦ મિગ-૨૯ ખરીદવાની વાતચીત પણ અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે. આ મિગ-૨૯ ભારતને ખુબ જ સસ્તા ભાવે મળી રહ્યાં છે. હાલ ભારતીય વાયુસેનામાં ૫૦ મિગ-૨૯ શામેલ છે. એટલે કે મિગ-૨૯ની ત્રણ સ્ક્વાર્ડન ભારતીય વાયુસેનામાં શામેલ છે. મિગ-૨૦ પણ એક મÂલ્ટરોલ ફાઈટર જેટ્‌સ છે, જેને ભારતીય વાયુસેનામાં ૧૯૮૫માં શામેલ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું. તે સમયે ભારતીય વાયુસેના પોત્તાના સૌથી ખરાબ સમયમાંથી પસાર થઈ રહી હતી. ભારતીય વાયુસેનામાં સ્વીક્ર્‌ત ૪૨ સ્ક્વાર્ડનની સંખ્યા ઘટીને હવે માત્ર ૩૧ જ રહી ગઈ છે. જેમાં મિગ-૨૧ ૬૦ના દાયકામાં અને જેગુઆર ૭૦ના દાયકામાં વાયુસેનામાં શામેલ કરવામાં આવ્યું હતું.

સ્વદેશી અને વજનમાં હળવા યુદ્ધ વિમાન તેજસ હજી પોતાના ઉત્પાદનના પ્રારંભીક સમયમાં છે અને હજી તેની એક પન સ્ક્વાર્ડન પુરી નથી થઈ શકી. જ્યારે ફ્રાંસ પાસેથી મળનારા ૩૬ રાફેલ જેટ્‌સ આ વર્ષે સપ્ટેમ્બર મહિનામાં વાયુસેનાને મલવાનું શરૂ થઈ જશે. તેની બે સ્ક્વાર્ડન બનશે, જેને અંબાલા અને પાસીઘાટમાં તૈનાત કરવામાં આવે તેવી શક્્યતા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!