આજવા સરોવરની પાણીની ત્રીજી લાઈન બદલીને નવી નાખવા માગણી

આજવા સરોવરની પાણીની ત્રીજી લાઈન બદલીને નવી નાખવા માગણી
Spread the love

વડોદરા,

વડોદરાને પાણી પૂરૂં પાડતા આજવા સરોવરથી વર્ષ 2007માં રૂપિયા 41 કરોડના ખર્ચે પાણીની ત્રીજી લાઈન નાખવામાં આવી હતી. લાઇન 12 વર્ષના સમયમાં જ જર્જરીત બની ગઈ છે. લાઇન ઉપરથી પાણી લીકેજ થાય છે.  વડોદરામાં છેલ્લા સાત મહિનાથી ખાસ કરીને પૂર્વ અને દક્ષિણ વિસ્તારમાં ગંદુ અને માટી વાળુ પાણી આવે છે. તેના માટે આ લાઈન જ જવાબદાર છે પરિણામે આ લાઈન બદલીને નવી નાખવાની જરૂર છે. આ માટે વિરોધ પક્ષ કોંગ્રેસ દ્વારા રાજ્ય સરકારને લેખિત રજૂઆત કરી છે.  1500 MM ડાયામીટરની આ લાઈન જ્યારે નાખી ત્યારે તે હલકા પ્રકારની હતી આ લાઈન પર અવારનવાર લીકેજ થતા લાખો લિટર પાણીનો વેડફાટ થયો છે. હજી તાજેતરમાં જ મોટું લીકેજ પડવાના કારણે બે દિવસ સુધી રીપેરીંગ કામ ચાલયું હતું અને પૂર્વ અને દક્ષિણના ચાર લાખ લોકોને પાણી વિના રહેવું પડ્યું હતું.

Right Click Disabled!