લાલબાગ પોલીસ ટ્રેઇનિંગ સ્કૂલનો ગેટનો સ્લેબ ડમ્પર પર તૂટી પડતા ડ્રાઇવરનું મોત

લાલબાગ પોલીસ ટ્રેઇનિંગ સ્કૂલનો ગેટનો સ્લેબ ડમ્પર પર તૂટી પડતા ડ્રાઇવરનું મોત
Spread the love

વડોદરા,

શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ લાલબાગ પોલીસ ટ્રેઇનિંગ સ્કૂલના પરેડ ગ્રાઉન્ડમાં આજે સાંજે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો. ગ્રાઉન્ડનો આરસીસીનો એન્ટ્રી ગેટ ડમ્પરની કેબિન પર તૂટી પડતા કેબિનની સાથે ડમ્પર ચાલક પણ ચગદાઇ જતાં તેનું મોત થયુ હતું. સ્લેબ ધડાકા સાથે તૂટી પડતા મોટો વિસ્ફોટ થયો હોય તેવો આવાજ આવતા આખા વિસ્તારમાં દોડધામ મચી ગઇ હતી અને પોલીસ ટ્રેઇનિંગ સ્કૂલમાંથી જવાનો પણ દોડી આવ્યા હતા. જો કે આ દ્રશ્ય જોઇને જવાનો પણ આશ્ચર્યમાં મુકાઇ ગયા હતા. પ્રાપ્ત વિગતો અનુસાર પોલીસ ટ્રેઇનિંગ સ્કૂલ પાસે પોલીસ આવાસનું બાંધકામ થઇ રહ્યું છે જેમાં હાલમાં માટીનું ડમ્પિંગ કરીને લેવલિંગનું કામ થઇ રહ્યું છે આ કામ માટે ડમ્પરો કામે લાગ્યા છે. આ કામગીરી દરમિયાન આજે બપોરે ૩ વાગ્યાના અરસામાં એક ડમ્પર માટી ઠાલવીને પરત જઇ રહ્યું હતું.

Right Click Disabled!